ચર્ચા / રિલીઝ પહેલાં પ્રભાસની ‘સાહો’એ 320 કરોડની કમાણી કરી?

Before release, Prabhas' Saaho earn Rs 320 crore?
X
Before release, Prabhas' Saaho earn Rs 320 crore?

Divyabhaskar.com

Aug 14, 2019, 02:22 PM IST

મુંબઈઃ સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાહો’ને લઈ જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 30 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના VFX, સ્ટન્ટ્સ સીન્સ, ફાઈટ સીક્વન્સ કમાલની છે. આ ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયાનું છે. ચર્ચા છે કે મેકર્સે આ ફિલ્મના થિયેટ્રિકલ રાઈટ્સ 320 કરોડમાં વેચ્યાં છે.

રિલીઝ પહેલાં કમાણી કરી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મેકર્સે ‘સાહો’ના થિયેટ્રિકલ રાઈટ્સ 320 કરોડ રૂપિયામાં વેચ્યાં છે. મેકર્સે ‘સાહો’ના એક્શન સીન્સ તથા વીએફએક્સ સાથે કોઈ પણ જાતનું સમાધાન કરવા તૈયાર નહોતાં. હજી ‘સાહો’ના સેટેલાઈટ તથા OTT (ઓવર ધ ટોપ મીડિયા સર્વિસસ) રાઈટ્સ વેચવાના બાકી છે. જોકે, હજી સુધી મેકર્સ તરફથી આની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ‘બાહુબલી 2’ રિલીઝ થયા બાદ ‘સાહો’ પ્રભાસની પહેલી છે, જેથી દર્શકો ઘણાં જ ઉત્સુક છે.

2. 100 કરોડ ફી નથી મળી

હાલમાં પ્રભાસ તથા શ્રદ્ધા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ચર્ચા હતી કે આ ફિલ્મ માટે પ્રભાસને 100 કરોડ રૂપિયા ફી મળી છે. જ્યારે પ્રભાસને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તેને આટલી ફી મળી નથી.

3. આઈમેક્સ ફોર્મેટમાં પણ રિલીઝ થશે

‘સાહો’ ભારત તથા વિદેશમાં આઈમેક્સ ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવશે. આઈમેક્સ એન્ટરટેઈન્મેન્ટના પ્રમુખ મેગન કોલિગને કહ્યું હતું કે યુવી ક્રિએશન તથા ટી સીરિઝના પાર્ટનર બનીને તેઓ ઘણાં જ ખુશ છે.

4. ‘સાહો’માં આ કલાકારો છે

સુજીતના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં પ્રભાસ-શ્રદ્ધા ઉપરાંત મંદિરા બેદી, નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ, ચંકી પાંડે છે. પહેલાં આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ પછી ફિલ્મને 30 ઓગસ્ટે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી