અપકમિંગ / બપ્પી લહરીએ હોલિવૂડ સિંગર લેડી ગાગા સાથે બે ગીત રેકોર્ડ કર્યાં

Bappi Lahiri recorded two songs with Hollywood singer Lady Gaga

Divyabhaskar.com

Oct 22, 2019, 02:18 PM IST

મુંબઈઃ પોપ સ્ટાર લેડી ગાગા થોડાં સમય પહેલાં સંસ્કૃત શ્લોક ટ્વીટ કરીને ચર્ચામાં આવી હતી. આ ટ્વીટને લઈ ચાહકોને પણ નવાઈ લાગી હતી. જોકે, હવે માનવામાં આવે છએ કે લેડી ગાગાએ પોતાના નવા પ્રોજેક્ટ્સને લઈ આ આડકતરો ઈશારો કર્યો હતો. ભારતીય સિંગર બપ્પી લહરીએ હાલમાં જ ખુલાસો કર્યો કે તેમણે લેડી ગાગા સાથે બે ગીતો રેકોર્ડ કર્યાં છે.

શું કહ્યું બપ્પી લહરીએ?
લિજેન્ડરી સંગીતકાર બપ્પી લહરીએ અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમણે લેડી ગાગા સાથે બે ડ્યૂઅટ સોંગ રેકોર્ડ કર્યાં છે. આ ગીત વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે. લેડી ગાગાએ અંગ્રેજીમાં અને તેમણે હિંદીમાં ગીત ગાયું છે.

એકોન સાથે પણ ગીત રેકોર્ડ કર્યું
બપ્પીદાએ આ પહેલાં એકોન સાથે પણ ગીત રેકોર્ડ કર્યું છે અને આ ગીત પણ ટૂંક સમયમાં રિલીઝ થશે.

લેડી ગાગાએ આ ટ્વીટ કરી હતી
લેડી ગાગાએ ટ્વીટ કરી હતી, લોકઃ સમસ્તાઃ સુખિનો ભવન્તુઃ. આ ટ્વીટ બાદ અનેક ચાહકો અર્થ સમજી શક્યા નહોતાં. ભારતીય યુઝર્સે આ શ્લોકનો અર્થ સમજાવ્યો હતો. આ શ્લોકને અર્થ હતો, આ સંસારમાં દરેક લોકો દરેક જગ્યાએ ખુશ રહે.

X
Bappi Lahiri recorded two songs with Hollywood singer Lady Gaga

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી