તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘બાલા’ ફિલ્મ 4 દિવસને અંતે 50 કરોડને પાર પહોંચી ગઈ, આયુષ્માનની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: આયુષ્માન ખુરાના સ્ટારર ‘બાલા’ ફિલ્મ 8 નવેમ્બરના રોજ રિલીઝ થઇ હતી. રિલીઝના ચાર દિવસ બાદ ફિલ્મની કમાણી 50 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા ટ્વિટર પર શેર કર્યા હતા. સોમવારે ફિલ્મે 8.26 કરોડ રૂપિયાની કમાણી કરી અને કુલ કમાણી 52.21 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

‘બાલા’ ફિલ્મે પહેલા દિવસે 10.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જયારે બીજા દિવસે 15.73 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે રવિવારે 18.07 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ આયુષ્માન ખુરાનાની સૌથી વધુ ઓપનિંગ કમાણી કરનાર ફિલ્મ છે. તેની લાસ્ટ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ કરતાં પણ આ ફિલ્મે પહેલા દિવસે વધુ કમાણી કરી હતી. ‘ડ્રીમ ગર્લ’ની પહેલા દિવસની કમાણી 10.05 કરોડ રૂપિયા હતી. ‘બાલા’ ફિલ્મમાં આયુષ્માનની સાથે ભૂમિ પેડનેકર, યામી ગૌતમ, સૌરભ શુક્લા, જાવેદ જાફરી સામેલ છે. આ ફિલ્મને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે અને દિનેશ વિજને પ્રોડ્યૂસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...