તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડ ડેસ્ક: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના પ્લેબેક સિંગર અરમાન મલિકે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને એકદમ સાફ કરી દીધું છે. અગાઉની બધી પોસ્ટ તેણે હટાવી દીધી છે. એટલું જ નહીં તેણે ઇન્સ્ટા ડીપી અને બાયો પણ હટાવી દીધો છે. તેણે બે પોસ્ટ શેર કરી છે જેમાં એક પોસ્ટમાં લખ્યું છે કે આઈ કાન્ટ ટેક ઈટ એનીમોર. તેના ફેન્સ ઇન્સ્ટા પોસ્ટ પર કમેન્ટ કરીને ચિંતા જતાવી રહ્યા હતા.
રસપ્રદ વાત એ છે કે 10 માર્ચે જ સિંગરના ટ્વિટર પર 1 મિલિયન ફોલોઅર્સ થયા છે. ત્યારે તેણે ફોટો શેર કરીને બધાનો આભાર પણ માન્યો હતો. તેણે ત્યારબાદ ટ્વીટ કર્યા હતા જેમાં લખ્યું હતું સત્ય જાણતા પહેલાં જાતે વિચારીને નિર્ણય લઇ લેવો વધારે હાનિકારક છે. રાહ જુઓ તમને બધું ખબર પડશે.
We did it guys #1MillionArmaanians on twitter finally. Onwards & upwards no looking back.. let’s gooo!! 🚀 pic.twitter.com/CrT4gl3q19
— ARMAAN MALIK (@ArmaanMalik22) March 10, 2020
ચર્ચાઓ એવી થઇ રહી છે કે આ કદાચ અરમાનના અપકમિંગ પ્રોજેક્ટ માટે પબ્લિસિટી સ્ટન્ટ હોઈ શકે છે. હવે આ શું છે તેની જાણ તો ખુદ અરમાન જ કરી શકે છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.