તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Arjun Kapoor's Film 'Panipat' Once Again Gets Into Controversy, Rajasthan's Royal Family Demands Ban On Film

ફિલ્મ ‘પાણીપત’ ફરી એકવાર વિવાદમાં ફસાઈ, જાટ રાજા સુરજમલના વાંધાજનક ચિત્રણને લીધે પ્રતિબંધની માગણી

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્કઃ 6 ડિસેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થયા બાદ પણ પિરિયોડિક ફિલ્મ ‘પાણીપત’ ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગઈ છે. હરિયાણા અને રાજસ્થાનના અનેક લોકો ફિલ્મમાં રાજા સૂરજમલના પાત્રને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાની લાગણી સાથે વિરોધ કરી રહ્યા છે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી રહ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનના શાહી પરિવારના એક સભ્ય અને રાજ્ય સરકારના એક મંત્રીએ ફિલ્મ બેન કરવાની માગ કરી છે. રાજસ્થાનના મંત્રી વિશ્વેન્દ્ર સિંહે આરોપ લગાવ્યો છે કે, ફિલ્મ ‘પાણીપત’માં તેમના પૂર્વજ ભરતપુરના મહારાજ સૂરજમલને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે.


ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, તેઓ મરાઠા સૈન્યની કોઈ મદદ નથી કરતા અને લડાઈ પછી પાછળ હટી જાય છે. તેમણે કહ્યું કે, ‘મહારાજા સૂરજમલના કિરદારથી જાટોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.’ વિશવેન્દ્રસિંહે કહ્યું, ‘આ બહુ દુઃખની વાત છે કે ફિલ્મમાં ભરતપુરના મહાન રાજા સૂરજમલ જાટને ફિલ્મમાં ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે અને ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે. મારું માનવું છે કે હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતના જાટ સમુદાયના ભારે વિરોધને ધ્યાનમાં રાખીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઇએ, નહીં તો દેશનો કાયદો અને વ્યવસ્થા કથળી શકે છે.’


રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ આ ફિલ્મને નિંદાજનક ગણાવી છે. તેમણે એક ટ્વીટ કરી કહ્યું, ‘મહાન, સ્વાભિમાની મહારાજા સૂરજમલનું ખોટું ચિત્રણ નિંદાકારક છે.’ રાજસ્થાનના પર્યટન પ્રધાન વિશવેન્દ્રસિંહે કહ્યું કે, ‘હું મહારાજા સૂરજમલ જાટની 14મી પેઢીનો છું. વાસ્તવિકતા એ છે કે જ્યારે પેશ્વા અને મરાઠા યુદ્ધ હાર્યાં બાદ ‘પાણીપત’થી પરત આવી રહ્યા હતા અને ઘાયલ થઈ ગયા તો મહારાજા સૂરજમલ અને મહારાણી કિશોરીએ છ મહિના સુધી આખા મરાઠા સૈન્ય અને પેશ્વાઓને આશ્રય આપ્યો હતો. ખંડેરાવ હોલકરનું તત્કાલીન ભરતપુરની રાજધાની કુમ્હેરમાં નિધન થયું હતું અને આજે પણ તેમની સમાધિ ત્યાં છે.’


ભરતપુરના જાટોએ આ ફિલ્મ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ, આ મુદ્દાને લઇને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ‘જો જરૂર પડશે તો હું જાતે આ મામલાની તપાસ કરીશ. મેં હજી સુધી આ ફિલ્મ જોઇ નથી. આ સરકારનો વિશેષાધિકાર છે. જો ફિલ્મમાં આવી કોઈ ઘટના હશે તો સંબંધિત વિભાગોએ તેમાં તપાસ કરવી જોઈએ.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો