તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈડન ગાર્ડનમાં અનુષ્કા શર્માએ ઝૂલન ગોસ્વામીની બાયોપિકનું શૂટિંગ કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મુંબઈઃ અનુષ્કા શર્માએ ‘ઝીરો’ બાદ એક પણ ફિલ્મ સાઈન કરી નહોતી. હવે, અનુષ્કા આગામી ફિલ્મમાં ક્રિકેટરના રોલમાં જોવા મળશે. જોકે, હજી સુધી ફિલ્મની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મ પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન ઝૂલન ગોસ્વામી પર આધારિત છે.

ઈડન ગાર્ડનમાં શૂટિંગ કર્યું
અનુષ્કા શર્માએ શનિવારે (11 જાન્યુઆરી) ઈડન ગાર્ડનમાં શૂટિંગ કર્યું હતું. અનુષ્કા ક્રિકેટ જર્સીમાં જોવા મળી હતી. તેની સાથે ઝૂલન ગોસ્વામી પણ હતી. અનુષ્કાની હેરસ્ટાઈલ ઝૂલન સાથે મળતી આવતી હતી. ઈડન ગાર્ડનમાં અનુષ્કા શર્માએ 10 ખેલાડીઓ સાથે શૂટિંગ કર્યું હતું. શૂટિંગ રવિવારની (12 જાન્યુઆર) સવારના પાંચ વાગ્યા સુધી ચાલ્યું હતું. જોકે, અનુષ્કા ચાર વાગે જ મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી. હવે, અનુષ્કા 25 જાન્યુઆરીએ પ્રોમો વીડિયો શૂટ કરશે. 

તાપસી પણ ક્રિકેટરના રોલમાં
તાપસી પન્નુ પણ મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિકમાં કામ કરી રહી છે. મિતાલી રાજ પણ ઈન્ડિયન કેપ્ટન હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીની ‘એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, અઝહરૂદ્દીનની બાયોપિક ‘અઝહર’ બની હતી. ભારતે પહેલી જ વાર 1983માં ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો અને આના પરથી કબીર ખાન ફિલ્મ ‘83’ બનાવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે અને તે કપિલ દેવ બન્યો છે. આ ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થવાની છે.

કોણ છે ઝૂલન ગોસ્વામી
પશ્ચિમ બંગાળના નદિયા જીલ્લાના નાનકડાં ગામ ચકદાહમાં 25 નવેમ્બર, 1982માં ઝૂલનનો જન્મ થયો હતો. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી ઝૂલને 15 વર્ષની ઉંમરથી ક્રિકેટ શીખવાની શરૂઆત કરી હતી. ક્રિકેટ પહેલાં ઝૂલન ફૂટબોલની ચાહક હતી. 1992માં ઝૂલને ક્રિકેટ વર્લ્ડ કપ ટીવી પર જોયો હતો. ત્યારબાદ 1997માં મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચ સ્ટેડિયમમાં જોઈ હતી. ઝૂલનના પેરેન્ટ્સ ઈચ્છતા હતા કે તે ક્રિકેટને બદલે ભણવામાં ધ્યાન આપે પરંતુ ઝૂલનને ક્રિકેટ પ્રત્યે લગાવ હતો. તેના હોમટાઉનમાં ક્રિકેટને લઈ કોઈ સગવડ નહોતી અને તેથી જ તે કોલકાતામાં ક્રિકેટની ટ્રેનિંગ લેતી હતી. આ સમય દરમિયાન તે ભણતી પણ હતી. ક્રિકેટ ઉપરાંત ઝૂલનને મૂવી જોવાનો તથા બુક વાંચવાનો ઘણો જ શોખ છે. વર્ષ 2018માં ઝૂલન આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં 300 વિકેટ લેનારી પ્રથમ મહિલા ખેલાડી બની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો