તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Anushka Sharma In Lead Role In Biopic Of Former Indian Cricket Captain Jhulan Goswami?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન ઝૂલન ગોસ્વામીની બાયોપિકમાં અનુષ્કા શર્મા લીડ રોલમાં?

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલ રાઉન્ડર ક્રિકેટર તથા પૂર્વ કેપ્ટન ઝૂલન ગોસ્વામીની બાયોપિક બની રહી હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા લીડ રોલ પ્લે કરશે તેમ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીની ‘એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, અઝહરૂદ્દીનની બાયોપિક ‘અઝહર’ બની હતી. ભારતે પહેલી જ વાર 1983માં ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો અને આના પરથી કબીર ખાન ફિલ્મ ‘83’ બનાવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે અને તે કપિલ દેવ બન્યો છે. આ ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થવાની છે. 
ઝૂલન ગોસ્વામી ‘ચકદાહ એક્સપ્રેસ’ તરીકે લોકપ્રિય છે. વર્ષ 2018માં ઝૂલને રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. એકસ્ટ્રા ટાઈમ વેબસાઈટમાં પ્રકાશિત થયેલા આર્ટિકલ પ્રમાણે આ બાયોપિકમાં અનુષ્કા શર્માને ફાઈનલ કરવામાં આવી છે. જોકે, આને લઈ કોઈ જ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

અનુષ્કા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી
અનુષ્કા શર્મા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી અને તે કોલકાતા ગઈ હોવાનું કહેવાય છે. અહીંયા તે ઈડન ગાર્ડનમાં ફિલ્મનું શૂટિંગ કરવાની છે. ચર્ચા છે કે ઝૂલન ગોસ્વામી પણ શૂટિંગ દરમિયાન હાજર રહેવાની છે. તે બેટિંગ તથા બોલિંગ (રાઈટ આર્મ મીડિયમ) બંને કરતી હતી. ઈડન ગાર્ડનના ડ્રેસિંગ રૂમમાં શૂટિંગ કરવામાં આવશે અને અહીંયા માત્ર એક જ દિવસનું શૂટિંગ છે અને અનુષ્કા શૂટિંગ પતાવીને તરત જ મુંબઈ પરત ફરવાની છે. 

ઝૂલને 300 વિકેટ લીધી હતી
પશ્ચિમ બંગાળના નદિયા જીલ્લાના નાનકડાં ગામ ચકદાહમાં 25 નવેમ્બર, 1982માં ઝૂલનનો જન્મ થયો હતો. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી ઝૂલને 15 વર્ષની ઉંમરથી ક્રિકેટ શીખવાની શરૂઆત કરી હતી. ક્રિકેટ પહેલાં ઝૂલન ફૂટબોલની ચાહક હતી. 1992માં ઝૂલને ક્રિકેટ વર્લ્ડ કપ ટીવી પર જોયો હતો. ત્યારબાદ 1997માં મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચ સ્ટેડિયમમાં જોઈ હતી. ઝૂલનના પેરેન્ટ્સ ઈચ્છતા હતા કે તે ક્રિકેટને બદલે ભણવામાં ધ્યાન આપે પરંતુ ઝૂલનને ક્રિકેટ પ્રત્યે લગાવ હતો. તેના હોમટાઉનમાં ક્રિકેટને લઈ કોઈ સગવડ નહોતી અને તેથી જ તે કોલકાતામાં ક્રિકેટની ટ્રેનિંગ લેતી હતી. આ સમય દરમિયાન તે ભણતી પણ હતી. ક્રિકેટ ઉપરાંત ઝૂલનને મૂવી જોવાનો તથા બુક વાંચવાનો ઘણો જ શોખ છે. વર્ષ 2018માં ઝૂલન આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં 300 વિકેટ લેનારી પ્રથમ મહિલા ખેલાડી બની હતી. 

2017માં ઝૂલને બાયોપિક બનતી હોવાનો સ્વીકાર કર્યો હતો
વર્ષ 2017માં ઝૂલને એક ઈન્ટરવ્યૂ દરમિયાન સ્વીકાર્યું હતું કે તેના પરથી બાયોપિક બની રહી છે અને ફિલ્મનું વર્કિંગ ટાઈટલ ‘ચકદાહ એક્સપ્રેસ’ રાખવામાં આવ્યું છે આ ફિલ્મને સુશંતા દાસ ડિરેક્ટ કરવાના છે. વધુમાં ઝૂલને કહ્યું હતું કે ફિલ્મમાં પહેલીવાર તેણે કોલકાતાના વિવેકાનંદ પાર્કમાં ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારથી લઈ ભારત મહિલા વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે હાર્યું ત્યાં સુધીની વાત કરવામાં આવશે. જોકે, પછી આ બાયોપિકને લઈ કોઈ ન્યૂઝ આવ્યા નહોતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો