તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુપમ ખેરે પ્રતિક્રિયા આપતા કહ્યું- હા, અમે ભક્ત છીએ, અમે અમારા દેશના ભક્ત છીએ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મુંબઈઃ CAA (સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ), NRC (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન), NPRનો (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર) વિરોધ તથા જેએનયુમાં (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) થયેલી હિંસા વિરુદ્ધ અનુપર ખેર ગુસ્સે થયા છે. તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને દેશવાસીઓને આ તમામ પરિસ્થિતિમાં એક રહેવાની અપીલ કરી છે. જેએનયુમાં હિંસા બાદ જે લોકોએ વિરોધ પ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું, તેમને અનુપમ ખેરે આડેહાથ લીધા હતાં. જોકે, તેમણે એમ પણ કર્યું હતું કે આ જ લોકો પહેલાં પણ ઈન્ટોલરન્સ, લિચિંગ, રાફેલ જેવા મુદ્દાઓ પર સરકારની ટીકા કરતાં હતા.

અનુપમ ખેરે અપીલ કરી
અનુપમ ખેરે વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં કહ્યું હતું, જ્યારે દેશના કેટલાંક લોકો દેશની અખંડિતતાને ભંગ કરવાનો પ્રયાસ કરે તો આપણી ફરજ છે કે આપણે તેમ ના થવા દઈએ. છેલ્લાં કેટલાંક દિવસોથી એવો માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ લોકો સૌથી વધારે ઈન્ટોલરેન્ટ છે. આ જ કારણથી આપણે સંયમ, દ્રઢતા તથા એકતા સાથે આ લોકોને કહેવાનું છે કે ભારત આપણો દેશ છે, આપણું અસ્તિત્વ છે અને આપણી તાકાત છે. આપણે ક્યારેય તેને ખંડિત થવા દઈશું નહીં. જય હિંદ.

વીડિયોમાં શું કહ્યું અનુપમ ખેરે?
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખાસ પ્રકારના લોકો સરકારને તોડવાનો પ્રયાસ કરે છે. આ લોકોએ ઈન્ટોલરેન્સ, લિંચિગ જેવા કેમ્પેઈન ચલાવીને સરકાર વિરુદ્ધ માહોલ ઊભો કર્યો છે. જ્યારે આ મુદ્દાઓ પર કંઈ ના થયું તો આ ગણતરીના લોકો વિદ્યાર્થીઓની આડમાં તેમનો ઉપયોગ કરીને દેશને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આ એ જ લોકો છે, જેમને દેશની સેના સામે વાંધો છે, રાષ્ટ્રગીત માટે ઊભા થવું કે નહીં તેના પર લેક્ચર આપે છે. આતંકવાદીઓને ફાંસીથી બચાવવા માટે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટ ખોલાવે છે. વિદ્યાર્થી આંદોલનમાં ફ્રી કાશ્મીરના પોસ્ટર લહેરાય છે. આ જૂજ લોકો દેશને બદનામ કરી રહ્યાં છે. હું અને તમે તેમને આવું ક્યારેય કરવા દઈશું નહીં. આ લોકો પોતાને બચાવવા માટે આપણને અનેક નામોથી બોલાવે છે. હા, અમે ભક્ત છીએ, અમે અમારા દેશના ભક્ત છીએ. આપણે આ લોકોના ઈરદાઓ ક્યારેય પૂરા થવા દઈશું નહીં, મને ખબર છે. વંદે માતરમ, જય હિંદ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો