કિસ્સો / અનુપમ ખેરે કહ્યું, પહેલાં નાટક દરમિયાન કો-સ્ટારે ઊંચકીને દર્શકોની વચ્ચે ફેંકી દીધો હતો

Anupam Kher said, first play was a disaster

Divyabhaskar.com

Jul 12, 2019, 05:49 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અનુપમ ખેર સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. તેઓ અવાર-નવાર પોતાના જીવનની વાતો ચાહકો સાથે શૅર કરતા હોય છે. હાલમાં જ તેમણે એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેમણે પોતાની એક્ટિંગના પહેલા અનુભવની વાત કરી હતી.

એક્ટિંગનો પહેલો અનુભવ ઘણો જ ભયાનક હતો
વીડિયોમાં અનુપમ ખેરે કહ્યું હતું, 'એક્ટિંગનો મારો પહેલો અનુભવ ઘણો જ ખરાબ રહ્યો હતો. જ્યારે હું પાંચમા ધોરણમાં હતો, ત્યારે અમારા ક્લાસ ટીચરે પૃથ્વીરાજ ચૌહાણ પર એક નાટક કરાવ્યું હતું. હું ગોરો હોવાથી મને પૃથ્વીરાજનો રોલ મળ્યો હતો. એક દૂધવાળાના દીકરા નંદુને જયચંદનો રોલ મળ્યો હતો. પૃથ્વીરાજની જેમ મારે સ્ટેજ પર જયચંદને કહેવાનું હતું, 'ચલા જા ચલા જા...' પરંતુ હું બોલતો હતો, 'ચલા જા ચલા જા નંદુ, બકવાસ ના કરીશ, પડી જા.. હું બેથી ત્રણવાર આ ડાયલોગ જ બોલ્યો હતો. ઓડિયન્સમાં બેઠેલા નંદુના પિતાએ કહ્યું હતું, 'બેટા નંદુ, હવે જો પડ્યો તો ઘરે ના આવતો...' આટલામાં જયચંદના વેશમાં નંદુએ મને ઊંચકીને ઓડિયન્સની વચ્ચે ફેંકી દીધો હતો.'

અનુપમ ખેર હાલમાં જ 'વન ડે'માં જોવા મળ્યાં હતાં
છેલ્લાં 35 વર્ષથી 500થી વધુ ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલા અનુપમ ખેરે હાલમાં જ ફિલ્મ 'વન ડે'માં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હાલમાં અનુપમ ખેર પાસે એક પણ ફિલ્મ નથી.

X
Anupam Kher said, first play was a disaster
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી