કન્ફર્મ / અભિનવ બિન્દ્રાની બાયોપિકનું શૂટિંગ શરૂ, દીકરા હર્ષવર્ધન સાથે પહેલીવાર દેખાશે અનિલ કપૂર

Anil Kapoor to appear for the first time with son Harshvardhan, shooting for Abhinav Bindra's biopic

Divyabhaskar.com

Feb 17, 2020, 12:25 PM IST

બોલિવૂડ ડેસ્કઃ અનિલ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શૂટર અભિનવ બિન્દ્રાની બાયોપિકની કાસ્ટ સાથેનો ફોટો શૅર કર્યો છે. તેમાં અનિલ કપૂરની સાથે દીકરો હર્ષવર્ધન અને ખુદ અભિનવ બિન્દ્રા પણ દેખાઈ રહ્યો છે. અનિલે જાહેરાત કરી કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. હર્ષવર્ધન કપૂરે પણ પોતાની ઈન્સ્ટાસ્ટોરીમાં 12 ફેબ્રુઆરીના રોજ થયેલા ફિલ્મના શૂટિંગ શેડ્યુલનો ફોટોગ્રાફ શૅર કર્યો છે.

The beginning... ‪ @harshvarrdhankapoor @abhinav_bindra

A post shared by anilskapoor (@anilskapoor) on

ત્રણ વર્ષથી અટકેલી હતી ફિલ્મ
અભિનવ બિન્દ્રાની બાયોપિકનું શૂટિંગ 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે. હર્ષવર્ધન કપૂરે 2017માં ઈન્સ્ટાગ્રામ પર કહેલું કે તે આ બાયોપિકનો ભાગ બનીને ખાસ્સો ઉત્સાહિત છે. આ ફિલ્મથી અનિલ કપૂર પોતાના દીકરા હર્ષવર્ધન સાથે પહેલીવાર સ્ક્રીન શૅર કરશે. અગાઉ તે દીકરી સોનમ સાથે ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’માં કામ કરી ચૂક્યો છે.

અભિનવ બિન્દ્રા ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ છે
અભિનવ બિન્દ્રાએ 2008ના સમર ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઈફલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના જીવન પર બની રહેલી આ ફિલ્મનું ડિરેક્શન કનન ઐયર કરી રહ્યો છે. ફિલ્મમાં ઓથેન્ટિસિટી લાવવા માટે બંને અભિનેતાઓએ અભિનવ બિન્દ્રા સાથે ખાસ્સો સમય ગાળ્યો હતો. હર્ષવર્ધને શૂટિંગની સ્પેશિયલ ટ્રેનિંગ લીધી છે અને તે પછી ફિઝિકલ ટ્રેનિંગ પણ લીધી હતી.

X
Anil Kapoor to appear for the first time with son Harshvardhan, shooting for Abhinav Bindra's biopic

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી