રિલીઝ ડેટ / ‘અંગ્રેઝી મીડિયમ’ 13 માર્ચે રિલીઝ થશે, ‘ગુંજન સક્સેના’ એક મહિનો પાછી ઠેલાઈ

'Angrezi Medium' to be released on March 13, 'Gunjan Saxena' will release a month later

Divyabhaskar.com

Feb 17, 2020, 06:28 PM IST

બોલિવૂડ ડેસ્કઃ પ્રોડ્યુસર કરણ જોહરે સાથી પ્રોડ્યુસર દિનેશ વિજન સાથેનો ફોટોગ્રાફ શૅર કરીને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે ઈરફાનની કમ બેક ફિલ્મ હવે એક અઠવાડિયું વહેલી રિલીઝ થશે. આ ફિલ્મ હવે 13 માર્ચે રિલીઝ થશે. ‘અંગ્રેઝી મીડિયમ’ના પ્રોડ્યુસર દિનેશ વિજન છે. જ્યારે જાહન્વી કપૂરને ચમકાવતી ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ 24 એપ્રિલે સિનેમાઘરોમાં આવશે. તેના પ્રોડ્યુસર કરણ જોહર છે.

કરણ જોહરની ટ્વીટ પરથી એ પણ માલુમ પડે છે કે જાહન્વી કપૂર-રાજકુમાર રાવ, વરુણ શર્મા સ્ટારર હોરર ફિલ્મ ‘રૂહી અફ્ઝાના’ની રિલીઝ પણ પાછી ઠેલાઈ છે. આ ફિલ્મ હવે 5 જૂનના રોજ રિલીઝ થશે. દિનેશ વિજન દ્વારા પ્રોડ્યુસ થયેલી આ ફિલ્મના ડિરેક્ટર ‘અમદાવાદમાં ફેમસ’થી જાણીતા ગુજરાતી ડિરેક્ટર હાર્દિક મહેતા છે.

દિનેશ વિજનની કંપની ‘મેડોક ફિલ્મ્સ’ના સોશિયલ મીડિયા પેજ પર ‘અંગ્રેઝી મીડિયમ’ની એક અઠવાડિયું વહેલી રિલીઝની જાહેરાત ‘આ વર્ષે ફાધર્સ ડે વહેલો આવી રહ્યો છે’ તરીકે એક વીડિયો મૂકીને કરાઈ હતી.

ઈરફાન ખાનની કમબેક ફિલ્મ એવી ‘અંગ્રેઝી મીડિયમ’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને તેને ખાસ્સી સરાહના મળી છે. આ ફિલ્મમાં ઈરફાનની સાથે રાધિકા મદાન, કરીના કપૂર, દીપક ડોબ્રિયાલ, પંકજ ત્રિપાઠી જેવા કલાકારો દેખાઈ રહ્યા છે.

X
'Angrezi Medium' to be released on March 13, 'Gunjan Saxena' will release a month later

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી