તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયુષ્માન ખુરાના સ્ટારર ‘અંધાધુન’ ચાઈનામાં હિટ રહ્યા બાદ હવે જાપાનમાં 15 નવેમ્બરે રિલીઝ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘અંધાધુન’ 5 ઓક્ટોબર 2018ના રોજ ભારતમાં રિલીઝ થઇ હતી. ત્યારબાદ તે ચાઈનામાં પણ રિલીઝ થઇ હતી અને હવે આ ફિલ્મ જાપાનમાં 15 નવેમ્બરના રોજ રિલીઝ થશે. ત્યાંની લોકલ ઓડિયન્સ માટે ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થયું છે. 

‘અંધાધુન’ ફિલ્મે ચાઈનામાં 327 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તે ચાઈનામાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની લિસ્ટમાં ‘દંગલ’ અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ બાદ ત્રીજા સ્થાને છે. ભારતમાં આ ફિલ્મે 102 કરોડની કમાણી કરી હતી.  આયુષ્માન ખુરાના છેલ્લે ‘બાલા’ ફિલ્મમાં દેખાયો હતો જે 8 નવેમ્બરે રિલીઝ થઇ હતી. આ ફિલ્મે માત્ર 4 જ દિવસમાં 50 કરોડની કમાણીનો આંકડો વટાવી દીધો છે. તેની ‘ડ્રીમ ગર્લ’ ફિલ્મ પણ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...