બોલિવૂડ ડેસ્ક: સ્ટારકિડ્સ એકબીજાના ફ્રેન્ડ્સ હોય એ વાત સામાન્ય છે. આવું જ એક 3 સ્ટારકિડ્સનું ગ્રુપ છે જેમાં અનન્યા પાંડે, સુહાના ખાન અને શનાયા કપૂર સામેલ છે. ચંકી પાંડેની દીકરી અનન્યાએ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મથી તેનું બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. શાહરુખથી દીકરી સુહાના હાલ એક્ટિંગ સ્કૂલમાં ભણી રહી છે. જ્યારે સંજય કપૂરની દીકરી શનાયા પાંડેએ બહેન જાહન્વી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે અને તે ટૂંક સમયમાં તેનું એક્ટ્ર્રેસ તરીકે ડેબ્યુ પણ કરવાની છે. અનન્યા પાંડેએ તેમની આ ગર્લ ગેંગ અને તેમના ભવિષ્યના ફિલ્મ સાથે કરવાના પ્લાન વિશે જણાવ્યું હતું.
અનન્યાએ જણાવ્યું કે, ‘અમે સાથે રમીને મોટા થયા છીએ. શનાયા ટૂંક સમયમાં તેનું ડેબ્યુ કરી રહી છે અને સુહાના અદભુત એક્ટ્રેસ છે અને તે હાલ એક્શન સ્કૂલમાં ભણી રહી છે. અમે હજુ એ ઝોનમાં છીએ જ્યાં અમે રમતો રમી શકીએ છીએ પણ લોકોને એવું લાગે છે કે અમારી વાતો ફિલ્મોને લગતી જ હશે. અમે બીજા ટીનેજર્સની જેમ જ નોર્મલ ચર્ચાઓ કરીએ છીએ. પણ અમારું ફેમિલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે એટલે અમને ખબર છે કે ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે કામ થાય છે.’
તેણે ત્રણેયની સાથે ફિલ્મ કરવાની બાબતે જણાવ્યું કે, ‘મને ખરેખર દિલ ચાહતા હૈ અથવા ઝિંદગી ના મિલેગી દોબારાના ગર્લ્સ વર્ઝનમાં કામ કરવું છે. અરે કોઈ ત્રણ બેસ્ટ ફ્રેન્ડ્સની ઓરિજિનલ સ્ટોરી હશે તો પણ તે મારા, સુહાના અને શનાયા માટે પરફેક્ટ રહેશે.’
અનન્યા પાંડે હાલ લખનઉમાં તેની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ‘પતિ પત્ની ઔર વો’ની રિમેકમાં કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.