ઈમોશનલ / માતાને યાદ કરીને અમિતાભ બચ્ચન ભાવુક થયા, લખ્યું- માતાના પાલવની વાત જ અલગ છે

amitabh bachchan shared emotional post, remembered his late mother

Divyabhaskar.com

Jan 14, 2020, 03:34 PM IST

મુંબઈઃ અમિતાભ બચ્ચને હાલમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં તેમણે પોતાની સ્વર્ગીય માતા તેજી બચ્ચનને યાદ કર્યાં હતાં. માતાને યાદ કરવાનું કારણ પણ તેમણે પોસ્ટમાં કહ્યું હતું. બિગ બીએ કહ્યું હતું, ડાબી આંખ ફરકવા લાગી હતી. નાનપણમાં સાંભળ્યું હતું કે આ અશુભ છે. આથી જ ડોક્ટરને બતાવવા ગયો હતો અને ડોક્ટરે કહ્યું કે આંખની અંદર કાળો ડાઘ છે. ડોક્ટરે કંઈ જ કહ્યું નહીં. ઉંમરને કારણે આંખનો જે સફેદ હિસ્સો છે, તે ઘસાઈ જાય છે. જે રીતે નાનપણમાં માતા પોતાના પાલવનો છેડો ફૂંક મારીને ગરમ કરીને આંખમાં લગાવતી હતી, તેમ કરો બધું ઠીક થઈ જશે.

બિગ બીએ આગળ કહ્યું હતું, માતા તો હવે નથી, વીજળીથી રૂમાલ ગરમ કરીને લગાવ્યો પણ વાત કંઈ જામી નહીં. માતાના પાલવની વાત જ અલગ છે.

સોશિયલ મીડિયા યુઝર્સ પોસ્ટથી પ્રભાવિત થયા
સોશિયલ મીડિયા યુઝર્સ અમિતાભ બચ્ચનની આ પોસ્ટથી ઘણાં જ પ્રભાવિત થયા હતાં. એક યુઝરે કહ્યું હતું, મા ભગવાન સમાન છે. મા ઘર છે અને જો તે ઘરમાં ના હોય તો ઘર જેવું લાગતું નથી. હું આ વાત ક્યારેય મારી માતાને કહી શક્યો નહીં.

અન્ય યુઝરે કમેન્ટ કરી હતી, માતાનો પાલવ તમામ રોગોની સારવાર છે. અનેક યુઝર્સે આ પ્રકારના રિએક્શન આપ્યા હતાં.

વેવાણનું નિધન થતાં દિલ્હી ગયા
અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાના સાસુ તથા રીષિ કપૂરની બહેન રીતુ નંદાનું 13 જાન્યુઆરીએ રાત્રે નિધન થયું હતું. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી કેન્સરથી પીડાતા હતાં. તેમના અંતિમ સંસ્કારમાં અમિતાભ વહુ ઐશ્વર્યા તથા દીકરા અભિષેક સાથે ગયા દિલ્હી ગયા હતાં.

ગયા વર્ષે રિટાયરમેન્ટના સંકેત આપ્યા હતાં
ગયા વર્ષે નવેમ્બરમાં બિગ બીએ બ્લોગમાં કહ્યું હતું, મારે રિટાયર થઈ જવું જોઈએ. મગજ કંઈક અલગ વિચારી રહ્યું છે અને આંગળીઓ કંઈક અલગ દિશામાં જાય છે. આ રિટાયરમેન્ટ તરફ ઈશારો કરે છે. હાલમાં જ અમિતાભ બચ્ચનને 50મા દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

X
amitabh bachchan shared emotional post, remembered his late mother

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી