અમિતાભ બચ્ચને લતા મંગેશકરને જન્મદિવસની શુભકામના આપતો વીડિયો શેર કર્યો, કહ્યું- દૈવીશક્તિની પૂજા થાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: અમિતાભ બચ્ચને લતા મંગેશકરના 90મા જન્મદિવસ પર તેમને શુભકામના પાઠવવા માટે એક વીડિયો શેર કર્યો છે. તેમણે લતા મંગેશકર માટે તેમની લાગણીઓ આ વીડિયોમાં જણાવી છે. સોશિયલ મીડિયા પર તેમણે 7 મિનિટનો એક વીડિયો શેર કરી લખ્યું છે કે, ‘લતા મંગેશકરજીના 90મા જન્મદિવસ પર મારા અમુક શબ્દ, અમુક લાગણી આદર સહિત.’

તેમણે વીડિયોમાં કહ્યું કે, ‘લતાજી તમને ચરણ સ્પર્શ. અમુક સંબંધો એવા હોય છે કે જેના હિસાબ નથી હોતા, ન લેનાર જાણે છે કે શું લીધું અને ન દેનાર જાણે છે કે શું આપ્યું. આવા સંબંધોની કોઈ સંજ્ઞા નથી હોતી. તેનો કોઈ દેહસ્વરૂપ નથો હોતો. તે પોતાની પરિભાષા જાતે કરે છે. આવા જ એક અજર અમર સંબંધનું નામ છે લતા દીનાનાથ મંગેશકર. લતાજી તમને 90 વર્ષની હાર્દિક શુભકામનાઓ અને અનન્ય અભિનંદન. લતાજી તમારા એક જ લાંબા આલાપમાં તે મૂર્તિઓ, તે પુસ્તકો, તે કલાચિત્રો ખુદ જીવિત થઇ જાય છે. હું ભાગ્યશાળી છું કે મારો જન્મ લતાજીના સમયમાં થયો. લતાજીના જ્યારે કોઈ ગીત, ભાવ કે ભજન સાંભળું છું ત્યારે મન પોતાના બંધ રૂમમાંથી બહાર નીકળી તેમના અવાજ સાથે વહી જાય છે. અમુક બ્લેસિંગ્સ એવી હોય છે જેનો બદલો વાળી શકાતો નથી. હું આભાર કહીશ, થેંક્યુ કહીશ પણ શબ્દોથી ભાવના વ્યક્ત નહીં થાય. દૈવી શક્તિઓનો ઉપકાર માનવામાં આવતો નથી, સરસ્વતીની પૂજા થાય છે, સરસ્વતીનો સત્કાર નથી હોતો.’ 28 સમ્પ્ટેમ્બરના રોજ લતા મંગેશકરની સાથે રણબીર કપૂરનો પણ જન્મદિવસ છે. આ સિવાય ટીવી ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ મૌની રોય અને ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ ફેમ મુનમુન દત્તા ઉર્ફે બબીતાનો પણ જન્મદિવસ છે.

અન્ય સમાચારો પણ છે...