તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈઃ દિલ્હીમાં 31 માર્ચ સુધી સ્કૂલ, કોલેજ તથા થિયેટર્સ બંધ કરી દેવામાં આવ્યા છે. બોલિવૂડ પણ કોરોનાવાઈરસને લઈ જાગરૂકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં જ અમિતાભ બચ્ચને ચાહકોને સલામત રહેવા અને ધ્યાન રાખવાની અપીલ કરી હતી. અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે અવધી ભાષામાં એક કવિતા ગાઈ હતી અને કોરોનાવાઈરસને લઈ અવેરનેસ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનની આ કવિતા તેમના બાબુજી હરિવંશરાય બચ્ચનની ‘ઈર બીર ફત્તે’વાળી સ્ટાઇલમાં છે.
અમિતાભે આ કવિતા ગાઈ
बहुतेरे इलाज बतावें ,जन जनमानस सब ,
केकर सुनैं, केकर नाहीं, कौन बताए इ सब ;
केयु कहिस कलौंजी पीसौ, केयु आँवला रस ,
केयु कहस घर म बैठो, हिलो न ठस से मस ;
‘ईर’ कहेन औ ‘बीर’ कहेन, की ऐसा कुछ भी Carona ,
बिन साबुन से हाथ धोई के ,केहू के भैया छुओ न ;
हम कहा चलो हमौ कर देत हैं , जैसन बोलैं सब ,
आवय देयो , Carona-फिरोना , ठेंगुआ दिखाऊब तब !”
- अब
અથાર્ત્ લોકો સારવારને લઈને અનેક ઉપાયો બતાવે છે, તેમાંથી આપણે કોનું સાંભળીએ? એક એમ કહે છે કે કલોંજી પીવી જોઈએ તો કોઈક કહે છે કે આંબળાનો રસ પીઓ. તો એક કહે છે કે આપણે ઘરે જ રહેવું જોઈએ. અનેક લોકો એમ કહે છે કે સાબુથી હાથ ધોયા વગર કોઈને સ્પર્શ કરવો જોઈએ નહીં. હું માનું છું કે આપણે આ જ ઉપાય અજમાવવો જોઈએ. આમ કરવાથી જ કોરોનાવાઈરસને ઠેંગો બતાવી શકીશું. અમિતાભ બચ્ચને થોડીક જ મિનિટ્સની અંદર આ કવિતા જાતે લખી હતી. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને આ કવિતા બ્લોગ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક તથા ટ્વિટર પર શૅર કરી હતી. અમિતાભનો આ વીડિયો ચાહકોને ઘણો જ પસંદ આવ્યો છે.
યુનિસેફના પ્રોજેક્ટ્સને લઈ તસવીરો શૅર કરી
અમિતાભ બચ્ચને યુનિસેફના પ્રોજેક્ટ્સ હેઠળની કેટલીક તસવીરો શૅર કરી હતી, જેમાં તેઓ કોવિડ 19 (કોરોનાવાઈરસ)ને લઈ ચાહકોને જાગૃત કરતા જોવા મળશે.
નોંધનીય છે કે ભારતમાં કોરોનાવાઈરસના અત્યાર સુધી 75 કેસ સામે આવી ચુક્યા છે, જેમાં કર્ણાટકમાં વાઈરસના કારણે એક 75 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. ઈટલીમાં કોરોનાવાઈરસથી મૃતકોનો આંકડો અત્યાર સુધીમાં 1,016 થયો છે. અત્યાર સુધી ઈટલીમાં કુલ 15,113 લોકો સંક્રમિત થયા છે. ચીન બાદ કોરોનાવાઈરસની સૌથી વધારે અસર ઈટલી અને ઈરાનમાં જ જોવા મળી છે. ઈટલીમાં સારવાર બાદ 1,258 લોકો સ્વસ્થ પણ થયા છે. દુનિયાભરમાં કોરોનાવાઈરસથી મરનારા લોકોની સંખ્યા 4973 થઈ છે. વિશ્વમાં કોરોનાવાઈરસના કુલ 1,34,679 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.