ઉદારતા / અમિતાભ બચ્ચને બિહારના 2100 ખેડૂતોની લોન ભરપાઈ અભિષેક અને શ્વેતાના હાથે કરાવી

Amitabh Bachchan pays off loans of 2,100 farmers from Bihar
Amitabh Bachchan pays off loans of 2,100 farmers from Bihar
Amitabh Bachchan pays off loans of 2,100 farmers from Bihar

  • અગાઉ અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના 1000 ખેડૂતોની લોન પણ ચૂકવી હતી 
  • પુલવામા હુમલાના શહીદોના પરિવારને પણ આર્થિક મદદ કરશે 

Divyabhaskar.com

Jun 12, 2019, 04:57 PM IST

બોલિવૂડ ડેસ્ક: હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શહેનશાહ અમિતાભ બચ્ચને તેમની ઉદારતાનું ફરીવાર એક વધુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમિતાભ બચ્ચને બિહારના 2100 ખેડૂતોની લોનની ભરપાઈ કરી છે. તેમણે તેમના બ્લોગ પર લખ્યું કે, ‘આપેલું વચન પૂરું કર્યું. બિહારના ખેડૂતો જેમની લોન બાકી હતી તેમાંથી 2100 ખેડૂતોની લોનની ભરપાઈ તેમની બેન્કને એકસાથે કરી દીધી. તેમાના અમુકને બોલાવી શ્વેતા અને અભિષેકના હાથે પર્સનલી મદદ કરી.’

અગાઉ અમિતાભે લખ્યું હતું કે, ‘લોન પરત ચૂકવી ન શકતા લોકો માટે એક ગિફ્ટ છે. આ ગિફ્ટ મેળવનારા હવે બિહાર રાજ્યના હશે.’

આ પહેલીવાર નથી કે અમિતાભ બચ્ચને ખેડૂતોની મદદ કરી હોય. અગાઉ તેમણે ઉત્તર પ્રદેશના 1000 ખેડૂતોની લોન ચૂકવી હતી.

ઉપરાંત તેમણે આગળ બ્લોગમાં લખ્યું હતું કે, ‘આવતીકાલે બીજો એક વાયદો પૂરો કરવાનો છે. પુલવામા હુમલામાં જે બહાદુર લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે તેમના પરિવાર અને પત્નીઓને એક નાનકડી આર્થિક મદદ. તેઓ સાચા શહીદ છે.’

X
Amitabh Bachchan pays off loans of 2,100 farmers from Bihar
Amitabh Bachchan pays off loans of 2,100 farmers from Bihar
Amitabh Bachchan pays off loans of 2,100 farmers from Bihar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી