કૃતજ્ઞતા / અમિતાભ બચ્ચનના લેટરને આયુષ્માને નેશનલ અવોર્ડ સમાન ગણાવ્યો, સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો

Amitabh Bachchan & Jaya Bachchan congratulate Ayushmann Khurrana for their National Award win
Amitabh Bachchan & Jaya Bachchan congratulate Ayushmann Khurrana for their National Award win
Amitabh Bachchan & Jaya Bachchan congratulate Ayushmann Khurrana for their National Award win

Divyabhaskar.com

Aug 14, 2019, 08:53 AM IST

બોલિવૂડ ડેસ્ક: 66મા નેશનલ અવોર્ડ્સમાં વિકી કૌશલ અને આયુષ્માન ખુરાનાને બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. તેમની આ અચિવમેન્ટ બદલ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને તેમને લેટર અને ફ્લાવર મોકલીને અભિનંદન પાઠવ્યા હતા. આયુષ્માને અમિતાભ બચ્ચનનો હાથે લખેલો લેટર અને ફ્લાવરનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કરી હિન્દીમાં કેપ્શન લખ્યું હતું. તેણે લખ્યું હતું કે, આ સદીના મહાનાયકથી તમને જ્યારે રાષ્ટ્રીય પુરસ્કાર મળવાની ઉપલબ્ધિ પર પ્રશંશા મળે છે ત્યારે તે રાષ્ટ્રીય પુરસ્કારથી ઓછું નથી હોતું. ધન્યવાદ અમિતાભ સર અને જયા મેમ.

અમિતાભ બચ્ચને લેટરમાં લખ્યું હતું કે, આયુષ્માન, ઓન યોર નેશનલ અવોર્ડ, ગ્રીટિંગ્સ એન્ડ વિશિશ ફોર મેની મોર ટુ ફોલો. લવ.

વિકી કૌશલને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ અને આયુષ્માન ખુરાનાને ‘અંધાધુન’ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ અવોર્ડ મળ્યો છે. અમિતાભ બચ્ચને વિકી કૌશલને પણ લેટર લખ્યો હતો. વિકીએ તે લેટરનો ફોટો શેર કરી કહ્યું હતું જે, આ મારા માટે સર્વસ્વ છે.

X
Amitabh Bachchan & Jaya Bachchan congratulate Ayushmann Khurrana for their National Award win
Amitabh Bachchan & Jaya Bachchan congratulate Ayushmann Khurrana for their National Award win
Amitabh Bachchan & Jaya Bachchan congratulate Ayushmann Khurrana for their National Award win
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી