• Gujarati News
  • National
  • Amitabh Bachchan 77th Birthday, Fans Out Side Of His Bungalow Celebrated Their Favorite Actor Birthday

કોઈએ ડાન્સ કર્યો તો કોઈ સંવાદો બોલ્યું, અમિતાભ બચ્ચનના ઘરની બહાર ચાહકોએ આ રીતે સેલિબ્રેશન કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ અમિતાભ બચ્ચનને 77મા જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે હજારો ચાહકો તેમના ઘરની બહાર ભેગા થયા હતાં. આ સમય દરમિયાન કેટલાંક ચાહકો બિગ બીના ગીતો પર ડાન્સ કરતાં હતાં તો કેટલાંક સંવાદો બોલતા હતાં. વળી, કેટલાંકના હાથમાં અમિતાભની તસવીર હતી. ચાહકોમાં અમિતાભના ડુપ્લીકેટ પણ સામેલ હતાં. કોલ્હાપુર, મહારાષ્ટ્રથી આવેલા એક આર્ટિસ્ટે બિગ બીના ઘરની બહાર બરફથી 77નો અંક બનાવ્યો હતો. અમિતાભે બંગલામાંથી બહાર આવીને ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું અને સેલ્ફી પણ લીધી હતી.

ચાહકોએ આ રીતે જન્મદિવસ મનાવ્યો
સાંગલી, મહારાષ્ટ્રથી આવેલા એક ચાહકે ‘શરાબી’ ફિલ્મના ગીત ‘દે દે પ્યાર દે’ પર ડાન્સ કરીને અમિતાભને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અન્ય એક ચાહક રામ અશોક તિવારીએ બિગ બીની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી હતી. તેણે કહ્યું હતું કે તે છેલ્લાં 20 વર્ષથી અમિતાભના ઘર આગળ આવે છે અને હવન કરે છે. તે હંમેશા ભગવાનને અમિતાભની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. એક ચાહકે એ પ્રકારની ટી-શર્ટ તથા કેપ પહેરી હતી, જેના પર અમિતાભની તમામ ફિલ્મ્સના નામ લખેલા હતાં. 1979મા કોલકાતામાં બનેલી અમિતાભ બચ્ચન ફૅન્સ એસોસિયેશનના સેક્રેટરી એસ પી કામતે બિગ બીના નામ પર સમાજસેવા શરૂ કરી છે અને તેમણે પણ બિગ બીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.