તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Although Angrezi Medium Earns Rs 4.03 Crore On First Day Despite Coronavirus, Closure Of Theaters Can Do Big Damage

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ છતાં ‘અંગ્રેજી મીડિયમ’ એ પ્રથમ દિવસે 4.03 કરોડની કમાણી કરી, થિયેટરો બંધ થવાથી મોટું નુકસાન થઈ શકે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: શુક્રવારે કરીના કપૂર અને ઈરફાન ખાન સ્ટારર ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ' રિલીઝ થઈ છે. પ્રથમ દિવસે ફિલ્મે અંદાજે 4.03 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ કોરોના વાઈરસના કારણે દેશની પરિસ્થિતિને જોતા ફિલ્મ માટે વધારે કમાણી કરવી મુશ્કેલ થઈ શકે છે. 

  ફિલ્મ‘અંગ્રેજી મીડિયમ’ ની રિલીઝ પહેલા અંદાજ લગાવવામા આવ્યો હતો કે પહેલા દિવસે ફિલ્મ 3.05થી 4.05 કરોડ રૂપિયાની કમાણી કરશે. તાજેતરમાં ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ફિલ્મના પહેલા દિવસની કમાણી વિશે જણાવ્યું છે. તેમણે લખ્યું કે, ‘અંગ્રેજી મીડિયમનું શુક્રવારે 4.03 કરોડ રૂપિયાનું ક્લેક્શન હતુ. કોરોનાવાઈરસના કારણે થિયેટરો બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે આગળ જતા ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળી શકે છે.’ દેશમાં કોરોના વાઈરસના કારણે સરકારે દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, કેરલ સહિત અનેક રાજ્યોના થિયેટરો બંધ કરી દીધા છે. જેનાથી ‘અંગ્રેજી મીડિયમ’ને નુકસાન થઈ શકે છે. 35 કરોડ રૂપિયાના બજેટમાં ફિલ્મ બનાવવામાં આવી છે. ત્યારે થિયેટરો બંધ કરી દેવામાં આવ્યો હોવાથી ફિલ્મને રિકવરી કરવાનું મુશ્કેલ થઈ શકે છે. ફિલ્મ વીકેન્ડમાં સારી કમાણી કરશે તેની અપેક્ષા હતી, પરંતુ આ ફિલ્મ થોડા રાજ્યોના થિયેટરોમાં બતાવવામાં આવતી હોવાથી અપેક્ષાઓ ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો