સેલેબ લાઈફ / અક્ષય કુમારનો ખુલાસો, હજી સુધી પત્ની ટ્વિંકલની એક પણ બુક વાંચી નથી

Akshay Kumar's  revealed that he has not read her wife books

Divyabhaskar.com

Jul 12, 2019, 06:51 PM IST

લંડનઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં પરિવાર સાથે ઈંગ્લેન્ડમાં વેકેશન મનાવી રહ્યો છે. આ સમય દરમિયાન અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્ના તથા જાણીતા અંગ્રેજી નોવેલિસ્ટ જૈફરી આર્ચર સાથે સમય પસાર કર્યો હતો અને સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેણે પત્ની કે આ લેખકની એક પણ બુક્સ વાંચી નથી.

તસવીર શૅર કરી
અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના તથા જૈફરી આર્ચર સાથેની તસવીર શૅર કરીને પોસ્ટ કર્યું હતું, 'ગત રાત્રે, ટ્વિંકલે પોતાની છેલ્લે બહાર પડેલી બુક 'પાયજામા આર ફોરગિવિંગ'ની એક લાખ નકલ વેચાઈ તેનું સેલિબ્રેશન કર્યું અને જ્યારે આર્ચરે પોતાની નોવેલ 'કૅન એન્ડ એબલ'ની 40મી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. અને હું? આસપાસ આંટાફેરા મારી રહ્યો હતો. કારણ કે મેં બંનેમાંથી કોઈની એક પણ બુક વાંચી નથી'

15 ઓગસ્ટે 'મિશન મંગલ' રિલીઝ થશે
અક્ષય કુમારના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો 15 ઓગસ્ટે તેની ફિલ્મ 'મિશન મંગલ' રિલીઝ થશે. ડિરેક્ટર જગન શક્તિની આ ફિલ્મ ઈસરોના મંગળયાન પર આધારિત છે. આ સિવાય અક્ષય કુમારે હાલમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી'નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે.

X
Akshay Kumar's  revealed that he has not read her wife books
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી