રિલીઝ / અક્ષય કુમારનો ડેબ્યુ મ્યુઝિક વીડિયો ‘ફિલહાલ’ રિલીઝ થયો, કૃતિ સેનનની બહેન નૂપુર સાથે દેખાયો

Divyabhaskar.com

Nov 09, 2019, 05:36 PM IST

બોલિવૂડ ડેસ્ક: અક્ષય કુમારનો પહેલો મ્યુઝિક વીડિયો ‘ફિલહાલ’ રિલીઝ થયો છે. આ વીડિયોમાં તે કૃતિ સેનનની બહેન નૂપુર સાથે દેખાયો છે. આ સોન્ગને બી પ્રાકે ગાયું છે. બી પ્રાકે અગાઉ અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નું ‘તેરી મિટ્ટી’ સોન્ગ ગાયું હતું. ઉપરાંત અક્ષયના સાળા કરણ કાપડિયાની ડેબ્યુ ફિલ્મ ‘બ્લેન્ક’નું સ્પેશિયલ સોન્ગ ‘અલ્લાહ માલિક તું’ ગાયું હતું જેમાં કરણ અને અક્ષય બંને હતા. ત્યારબાદ તેણે ત્રીજીવાર આ સોન્ગમાં અક્ષય કુમાર સાથે કામ કર્યું છે.

અક્ષયે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું કે, ‘ઇન્ડસ્ટ્રીમાં આટલા વધુ સમય સુધી રહ્યા બાદ મેં મ્યુઝિક વીડિયોમાં ડેબ્યુ કરવાનું નક્કી કર્યું કારણે અમુક વસ્તુ એક્સપ્લેઇન કરવા કરતાં વધુ સારું ફીલ કરાવે છે.’

આ રોમેન્ટિક સોન્ગમાં અક્ષય કુમાર, નૂપુર સિવાય ફેમસ પંજાબી સિંગર એમી વિર્ક પણ સામેલ છે. ગીતનું શૂટિંગ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં થયું હતું. આ વીડિયોનું ડિરેક્શન અરવિંદ ખૈરાએ કર્યું છે. આ સોન્ગને જાનીએ લખ્યું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી