અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ અપકમિંગ ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ બિહાર અને મદુરાઈમાં શરૂ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ સ્ટારર ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ શરૂ થવાનું છે. ફિલ્મની ટીમ બિહાર અને મદુરાઈમાં શૂટિંગ શરૂ કરવાની છે. આ 80-90 દિવસનું શેડ્યુઅલ 1 માર્ચથી શરૂ થશે. અક્ષય કુમાર મિડ એપ્રિલથી ટીમને જોઈન કરશે. ફિલ્મનું મ્યુઝિક એ. આર. રહેમાન આપશે. આ ફિલ્મ આવતા વર્ષે વેલેન્ટાઈન ડે પર રિલીઝ થવાની છે.  


આ ફિલ્મને આનંદ એલ રાય ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મને આનંદ એલ. રાયના જૂના જોડીદાર અને નેશનલ અવોર્ડ વિનર હિમાંશુ શર્માએ લખી છે. ફિલ્મને લઈને અગાઉ આનંદ એલ રાયે કહ્યું હતું કે, જ્યારે તેમણે અક્ષયને સ્ટોરી નરેટ કરી ત્યારે 10 જ મિનિટમાં અક્ષયે ફિલ્મ માટે હા પાડી દીધી હતી. અક્ષયે કહ્યું હતું કે આ ફિલ્મ હ્યૂમરસ છે સાથે જ એક સ્ટ્રોન્ગ સોશિયલ મેસેજ પણ આપે છે.

અન્ય સમાચારો પણ છે...