ફોર્બ્સ લિસ્ટ / સૌથી વધુ કમાતા સેલિબ્રિટીઓના લિસ્ટમાં અક્ષય કુમાર, વર્ષે ₹444 કરોડની કમાણી; સલમાન યાદીમાંથી બહાર

Akshay Kumar only Bollywood actor on Forbes’ Highest Paid Celebrities list

  • અક્ષય કુમાર ફોર્બ્સના લીસ્ટમાં 76માંથી આ વર્ષે 33માં નંબરે 
  • અક્ષય સૌથી વધુ કમાણીવાળી 100 સેલિબ્રિટીઓમાં એકમાત્ર ભારતીય
  • 1266 કરોડ રૂપિયાની કમણી સાથે અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ 2016 બાદ ફરી આ વર્ષે પહેલા નંબરે

Divyabhaskar.com

Jul 11, 2019, 07:15 PM IST

બોલિવૂડ ડેસ્ક: અક્ષય કુમાર એકમાત્ર ભારતીય સેલિબ્રિટી બન્યો છે, જેનું નામ અમેરિકાના વિખ્યાત આર્થિક મેગેઝીન ‘ફોર્બ્સ’ના વાર્ષિક હાઈએસ્ટ પેઇડ સેલિબ્રિટીસ લિસ્ટમાં સામેલ થયો છે. 2019ના દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા એન્ટરટેઈનર્સના લિસ્ટમાં અક્ષય કુમાર 33મા નંબર પર આવ્યો છે, જ્યારે અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ આ લિસ્ટમાં 2016 બાદ ફરી પહેલા નંબર પર આવી છે. ફોર્બ્સનું આ લિસ્ટ જૂન 2018થી જૂન 2019 સુધીની સેલિબ્રિટીસના પ્રી-ટેક્સ અર્નિંગને આધારે તૈયાર કરવામાં આવ્યું છે. ફોર્બ્સના એન્યુઅલ સેલિબ્રિટી 100 લિસ્ટમાં અક્ષય કુમાર 6.5 કરોડ ડોલર (444 કરોડ રૂપિયાની) કમાણી સાથેનો એકમાત્ર ભારતીય એક્ટર છે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે શાહરુખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન જેવી સેલિબ્રિટિઝને સ્થાન મળ્યું નથી.

અક્ષય કુમારે આ લિસ્ટમાં રિહાના, જેકી ચેન, બ્રેડલી કૂપર જેવા સ્ટાર્સને પાછળ રાખીને પોતાનું સ્થાન કાયમ કર્યું છે. ફોર્બ્સ લિસ્ટ મુજબ, બોલિવૂડનો ટોપ અર્નિંગ સ્ટાર અક્ષય કુમાર દરેક ફિલ્મ માટે ઓછામાં ઓછી 5 મિલિયન ડોલર એટલે અંદાજે 35 કરોડ રૂપિયાથી 68 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરે છે. ઉપરાંત તે 20 જેટલી બ્રાન્ડને એન્ડોર્સ પણ કરે છે, જેમાં ટાટા અને હાર્પિક બાથરૂમ ક્લીનર સામેલ છે.

શાહરૂખ સતત બીજા વર્ષે યાદીમાં સામેલ નહીં

  • સલમાન ખાન આ વખતે લિસ્ટમાંથી બહાર છે, ગત વર્ષે 3.77 કરોડ ડોલર (257 કરોડ રૂપિયા)ની કમાણીની સાથે 82માં નંબરે હતો. શાહરૂખ ગત વર્ષે પણ બહાર થઈ ગયો હતો. 2017ની લીસ્ટમાં તેનો 65મો નંબર હતો.
  • 2019ની હાઈએસ્ટ પેડ સેલેબ્રિટી લીસ્ટમાં અમેરિકાની સિંગર ટેલર સ્વિફ્ટ ટોપ પર છે. ગત એક વર્ષમાં તેને 18.5 કરોડ ડોલર (1266 કરોડ રૂપિયા)ની કમાણી કરી. બીજા નંબર પર કાઈલ કોસ્મેટિક્સની કાઈલ જેનર છે. તેને ગત એક વર્ષમાં 17 કરોડ ડોલર (1163 કરોડ રૂપિયા)ની કમાણી કરી.

ટોપ 10 સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી

1. ટેલર સ્વિફ્ટ (અમેરિકન સિંગર) 1266 કરોડ રૂપિયા
2. કાયલી જેનર (મોડેલ, બિઝનેસવુમન) 1163 કરોડ રૂપિયા
3. કાન્યે વેસ્ટ (અમેરિકન રેપર) 1026 કરોડ રૂપિયા
4. લિયોનેલ મેસી (ફૂટબોલર) 869 કરોડ રૂપિયા
5. એડ શીરન (સિંગર, સોન્ગ રાઇટર) 752 કરોડ રૂપિયા
6. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (ફૂટબોલર) 746 કરોડ રૂપિયા
7. નેમાર (ફૂટબોલર) 718 કરોડ રૂપિયા
8. ધ ઇગલ્સ (રોક બેન્ડ) 684 કરોડ રૂપિયા
9. ડો. ફીલ મેકગ્રૉ (અમેરિકન ટીવી પર્સનાલિટી) 650 કરોડ રૂપિયા
10. કનેલો આલ્વરેઝ (બોક્સર) 643 કરોડ રૂપિયા

અક્ષય કુમાર અમેરિકન પ્રોફેશનલ ગોલ્ફર ટાઇગર વૂડ્સની 437 કરોડ રૂપિયાની કમાણીને પાછળ રાખી તેની આગળ 33મા સ્થાન પર આવ્યો છે. જ્યારે 32મા નંબર પર બાસ્કેટબોલ પ્લેયર કેવિન ડુરન્ટ 447 કરોડ રૂપિયાની કમાણી સાથે છે.

X
Akshay Kumar only Bollywood actor on Forbes’ Highest Paid Celebrities list

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી