તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Akshay Kumar Is Fit Even At Age 52, Close Friends Say, Dedication And Discipline Are The Secret Of His Fitness

અક્ષય કુમાર 52ની ઉંમરમાં પણ ફિટ, નિકટના સાથીઓએ કહ્યું, સમર્પણ તથા ડિસિપ્લિન તેની ફિટનેસનું રહસ્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 9 સપ્ટેમ્બર, 1967માં અમૃતસર, પંજાબમાં જન્મેલા અક્ષય કુમારનો 52મો જન્મદિવસ છે. આ ઉંમરે પણ અક્ષય કુમાર ઘણો જ ફિટ છે. અક્ષય કુમારના નિકટના સાથીઓ સાથે divyabhaskar.comએ વાત કરીને એ જાણ્યું હતું કે તે કેવી રીતે પોતાને ફિટ રાખે છે. વાતચીત દરમિયાન એ ખ્યાલ આવ્યો કે અક્ષયની દિનચર્યા સવારે ચાર વાગે શરૂ થઈ જાય છે અને તે રાત્રે નવ વાગે સૂઈ જાય છે.

1) બોડીગાર્ડથી લઈ એક્શન ડિરેક્ટર સુધીના લોકોએ અક્ષય વિશે શું કહ્યું?

અક્ષયસરની ફિટનેસનું રહસ્ય તેમની ડિસિપ્લિન છે. તેઓ રાત્રે નવ વાગે સૂઈ જાય છે. સાંજે છ વાગ્યા પહેલાં જમી લે છે. ખાવા-પીવા પર ઘણું જ ધ્યાન આપે છે. સવારે ચાર વાગે ઊઠીને સીડી ચઢ-ઊતર કરે છે. ત્યારબાદ સાઈકલિંગ, સ્કિપિંગ, રનિંગ તથા જીમ ટ્રેનિંગ લે છે. પછી છ વાગે શૂટિંગ માટે જાય છે. સાંજે પાંચ વાગે આવી જાય છે. આઉટડોરમાં પણ આ જ શિડ્યૂઅલ રાખે છે. - શ્રીતેલે, 13 વર્ષથી અક્ષયનો બોડીગાર્ડ

અક્ષયની લાઈફસ્ટાઈલ ઘણી જ પર્ફેક્ટ તથા પ્રેરણાદાયક છે. તેની લાઈફસ્ટાઈલને બધાએ ફોલો કરવી જોઈએ. - કિઆરા અડવાણી, બોલિવૂડ એક્ટ્રેસ

અક્ષય આજથી 20-25 વર્ષ પહેલાં જેટલો ફિટ હતો, એટલો આજે પણ છે. ત્યારથી લઈને આજ સુધીમાં તેનામાં કોઈ ફેર પડ્યો નથી. તે ડિસિપ્લિન્ડ લાઈફ જીવે છે, એટલે તે પહેલાં કરતાં વધુ સારો થયો છે. આજે પણ પાંચ વાગે શૂટિંગ હોય તો તે પાંચ વાગે સેટ પર હાજર થઈ જાય છે. આજે પણ માર્શલ આર્ટ્સ કરે છે. મને એક કિસ્સો આજે પણ યાદ છે. અમે ડિરેક્ટર નાગેશ કુકુનૂરની ફિલ્મ ‘8*10 તસવીર’નું શૂટિંગ કરતાં હતાં. હું ફિલ્મમાં સ્ટંટ ડિરેક્ટર હતો. સાઉથ આફ્રિકામાં એક સીનનું શૂટિંગ કરતાં હતાં. અક્ષયે પર્વત પરથી ફ્રી જમ્પ કરવાનો હતો. અક્ષય સેટ પર આવ્યો અને સ્ટંટ સીન અંગે વાત કરી હતી. આ સીન થોડો મુશ્કેલ હતો, કારણ કે અક્ષયની સ્પીડ જીપની સ્પીડ સાથે મેચ થતી નહોતી. બેક ટૂ બેક ઘણાં રીટેક લેવા પડ્યાં હતાં. જોકે, અક્ષયે કોઈ જાતની ફરિયાદ કરી નહોતી. - શ્યામ કૌશલ, સ્ટંટ ડિરેક્ટર

હું 90ના દાયકાથી અક્ષયને ઓળખું છે. તેની સૌથી સારી વાત એ છે કે તે આજે પણ તેવો જ છે, જેવો પહેલાં હતાં. મને એક કોરિયોગ્રાફરે કહ્યું હતું કે અક્ષય માર્શલ આર્ટ્સ કરે છે અને તેથી જ તે ડાન્સ કરી શકશે નહીં. મેં તે કોરિયોગ્રાફરને કહ્યું હતું કે હું તેને ડાન્સ શીખવીશ. ત્યારબાદ અક્ષયે ‘ખિલાડી’, ‘મૈં ખિલાડી તુ અનાડી’, ‘મોહરા’ જેવી ફિલ્મ્સમાં દમદાર ડાન્સ કર્યો હતો. અક્ષયની સારી વાત એ છે કે જો તેને ડાન્સ ના આવડે તો પણ તે શીખવાની ધગશ રાખે છે. અક્ષય એક માત્ર એવો અભિનેતા છે, જેણે આજ સુધી મારી કોરિયોગ્રાફીને લઈ કોઈ સવાલ કર્યો નથી અને ક્યારેય ફરિયાદ કરી નથી. અક્ષયની સૌથી સારી વાત એ છે કે તે ઘણો જ આજ્ઞાકારી છે. સ્ટૂડન્ડ નંબર વન છે. હાલમાં જ તેની સાથે ‘હાઉસફૂલ 4’માં કામ કર્યું. - ચિન્ની પ્રકાશ, કોરિયોગ્રાફર

અક્ષય આજે પણ એ જ રીતે સ્ટંટ્સ કરે છે, જે રીતે 20 વર્ષ પહેલાં કરતો હતો. તેની સાથે સૌ પહેલાં 1996માં ‘સપૂત’માં કામ કર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી તે સ્વીટ, ડિસિપ્લિન્ડ તથા ફિટ છે. આજે તો કલાકારો પોતાનો શોટ પૂરો કરીને વેનિટી વેનમાં બેસી જાય છે. જોકે, અક્ષય સેટ પર જ રહે છે. - સુનીલ રોડ્રિગ્ઝ, એક્શન ડિરેક્ટર ‘સૂર્યવંશી’