દુર્ઘટના / ‘સૂર્યવંશી’ના શૂટિંગ દરમ્યાન અક્ષય કુમાર ઘાયલ થયો, ટ્રીટમેન્ટ બાદ શૂટિંગ પૂરું કર્યું

Akshay Kumar injured during shooting of sooryavanshi, shoot completed after treatment

Divyabhaskar.com

Nov 09, 2019, 04:15 PM IST

બોલિવૂડ ડેસ્ક: રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ ‘સૂર્યવંશી’ના શૂટિંગ દરમ્યાન અક્ષય કુમાર ઘાયલ થયો હતો. એક સીન દરમ્યાન અક્ષયને હાથમાં વાગ્યું. જોકે પ્રારંભિક સારવાર બાદ તેણે શૂટિંગ ચાલુ રાખ્યું. ફિલ્મમાં કેટરીના કૈફ લીડ રોલમાં છે. ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગણનો કેમિયો પણ છે. આ ફિલ્મ આવતા વર્ષે 27 માર્ચના રોજ રિલીઝ થશે.

ફિલ્મમાં પોલીસનો રોલ નિભાવનાર અક્ષયને ડાબા હાથમાં નસ સંબંધિત તકલીફ થઇ હતી. જોકે ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા ટ્રીટમેન્ટ મળ્યા બાદ તેણે ફરી શૂટિંગ શરૂ કરી દીધું હતું. આ ફિલ્મને કરણ જોહર અને રોહિત શેટ્ટી સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ બેંગકોક, હૈદરાબાદ અને મુંબઈમાં લોકેશન્સ પર થયું છે.

સિંઘમ અને સિમ્બાનો કેમિયો
અક્ષય કુમારની સાથે આ ફિલ્મમાં બે ફેમસ પોલીસ ઓફિસર સિંઘમ એટલે કે અજય દેવગણ અને સિમ્બા એટલે કે રણવીર સિંહ પણ સામેલ છે. ક્લાઈમેક્સ સીનમાં બંને સ્ટાર્સ જોવા મળશે.

X
Akshay Kumar injured during shooting of sooryavanshi, shoot completed after treatment

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી