અપકમિંગ / અક્ષય કુમાર 'મિશન મંગલ'ના સેટ પર મહિલા વૈજ્ઞાનિકો સાથે; કહ્યું, તેમને બધી જ ખબર હોય છે

Akshay Kumar celebrates the power of women scientists, says they know it all on set of mission mangal

Divyabhaskar.com

Jul 10, 2019, 05:30 PM IST

મુંબઈઃ અક્ષય કુમાર ફિલ્મ 'મિશન મંગલ'માં સીનિયર વૈજ્ઞાનિક રાકેશ ધવનની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોની વાત કરવામાં આવી છે. હાલમાં જ અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં 'મિશન મંગલ'ના સેટ પરની એક તસવીર શૅર કરી હતી.

તસવીર શૅર કરીને આ વાત કહી
અક્ષય કુમારે તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ઘરે હોય કે પછી સફળ સ્પેસ મિશનના લોન્ચિંગમાં હોય, મહિલાઓને બધી જ ખબર હોય છે. મહિલા વૈજ્ઞાનિકોની શક્તિની ઉજવણી, 'મિશન મંગલ' તેમની જ વાર્તા છે.' ઉલ્લેખનીય છે કે 'મિશન મંગલ'માં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ મંગલ પર યાન મોકલ્યું તેની વાત કહેવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર, તાપસી પન્નુ, વિદ્યા બાલન, શરમન જોષી, નિત્યા મેનન તથા કીર્તિ કુલ્હારી છે.

હાલમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું
અક્ષય કુમારે તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું હતું. તેણે ટીઝર લોન્ચ કરતાં કહ્યું હતું, 'એક દેશ, એક સપના, એક ઈતિહાસ...' નોંધનીય છે કે આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ જ દિવસે પ્રભાસની 'સાહો' તથા જ્હોન અબ્રાહમની 'બાટલા હાઉસ' પણ રિલીઝ થવાની છે.

X
Akshay Kumar celebrates the power of women scientists, says they know it all on set of mission mangal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી