તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અક્ષય-રિતેશ-બોબીની ‘હાઉસફુલ 4’માં કોમેડી, ડ્રામા તથા કન્ફ્યૂઝનનો ફુલ ડોઝ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ 4’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર જોતા ખ્યાલ આવે છે કે અક્ષય કુમાર, ક્રિતિ સેનન, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, પૂજા હેગડે તથા કીર્તિ ખરબંદાનો પુર્નજન્મ થાય છે. વર્ષ 1419ના સીતમગઢ તથા વર્ષ 2019 લંડન વચ્ચેની સફરની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. આ ફિલ્મ દીવાળી પર એટલે કે 25 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.
વર્ષ 2010મા શરૂ થયેલી ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઈઝીની આ ચોથી ફિલ્મ છે. આ ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે અને સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યૂસ કરી છે. દર વખતની જેમ આ વખતે પણ ફિલ્મની વાર્તા તદ્દન અલગ છે. આ વખતે ફિલ્મને પૂર્વજન્મ સાથે જોડવામાં આવી છે. ટ્રેલરની વાત કરીએ તો મસ્તી, મજાક તથા કન્ફ્યૂઝન છે. અક્ષય કુમાર લંડનમાં રહે છે અને 600 વર્ષ પહેલાં રાજકુમાર હતો. તેને ગયા જન્મની બધી જ વાતો યાદ આવે છે અને પછી તે પોતાના મિત્રો સાથે મળીને ગયા જન્મનું રહસ્ય ઉજાગર કરે છે અને પોતાનો પ્રેમ મેળવવાનો પ્રયાસ કરે છે. 

ટ્રેલરમાં શું છે?
‘હાઉસફુલ 4’નું ટ્રેલર સારું છે. ટ્રેલરમાં અઢળક જોક છે અને અક્ષય કુમાર-રિતેશ દેશમુખની કોમેડી જોવાની મજા પડી જાય છે. આ ઉપરાંત ફિલ્મમાં ક્રિતિ સેનન, પૂજા હેગડે તથા કીર્તિ ખરબંદાએ એક્શન પણ કરી છે. ફિલ્મમાં રાણા દગ્ગુબાતીએ પહેલવાનનો રોલ કર્યો છે તો નવાઝે બાબાનો રોલ કર્યો છે. નવાઝ આ ફિલ્મમાં કોમેડી કરતો જોવા મળે છે. ટ્રેલરમાં નવાઝ પોતાની વેબ સીરિઝ ‘સેક્રેડ ગેમ્સ’નો સંવાદ ‘અપુન કો લગતા હૈં અપુન હી ભગવાન હૈં...’ બોલતો જોવા મળે છે. સાથે જ ચંકી પાંડે, જ્હોની લીવર તથા રણજીત પણ કમાલના લાગે છે. 

ટ્રેલર બાદ ચાહકોએ આ રીતે કમેન્ટ્સ કરી
અક્ષય કુમારની ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ચાહકોએ આ ફિલ્મને માસ્ટરપીસ, કોમેડી બ્લોક બસ્ટર કહ્યું છે.