ટેક્સ ફ્રી / ‘તાન્હાજી’ ફિલ્મને યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી જાહેર કરી, અજય દેવગણે અનુરોધ કર્યો હતો

Ajay Devgn Film Tanhaji | Yogi Adityanath Govt Declared Ajay Devgn Film Tanhaji Tax free In Uttar Pradesh

Divyabhaskar.com

Jan 14, 2020, 02:12 PM IST

બોલિવૂડ ડેસ્ક: છત્રપતિ શિવાજી મહારાજના પરમ મિત્ર અને મરાઠા સરદાર તાન્હાજી માલાસુરેના જીવન પર બનેલ ફિલ્મ ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ને ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ફિલ્મના કો-પ્રોડ્યૂસર અને એક્ટર અજય દેવગણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો અનુરોધ કર્યો હતો.

જોકે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માગ પહેલેથી જ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માગ કરવામાં આવી રહી છે. સરકાર તરફથી એવી માહિતી આપવામાં આવી છે કે તાન્હાજીની વીરતા અને તેમના ત્યાગપૂર્ણ જીવનથી પ્રેરણા પ્રાપ્ત કરી શકે માટે મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્ર ભાજપાએ પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માગ કરી છે. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે તાન્હાજી છત્રપતિ શિવાજીના પરમ મિત્ર હતા. તેમને 1670ના સિંહગઢ યુદ્ધ માટે સૌથી વધારે યાદ કરવામાં આવે છે જેમાં તેમણે મુગલ કિલા રક્ષક ઉદયભાન રાઠોડ વિરુદ્ધ આખરી શ્વાસ સુધી લડત લડી હતી.

આ ફિલ્મ અજય દેવગણની 100મી ફિલ્મ છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અજય દેવગણ, કાજોલ, સૈફ અલી ખાન, શરદ કેલકર વગેરે સામેલ છે. સૈફ અલી ખાન ફિલ્મમાં ઉદય ભાનના રોલમાં છે. કાજોલ સાવિત્રી માલાસુરેના રોલમાં છે. શરદ કેલકર છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં છે. ફિલ્મે રિલીઝ બાદ 4 દિવસમાં જ 75 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.

X
Ajay Devgn Film Tanhaji | Yogi Adityanath Govt Declared Ajay Devgn Film Tanhaji Tax free In Uttar Pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી