• Gujarati News
  • National
  • Ajay Devgn Buys Rolls Royce Cullinan Worth Rs 6.95 Cr, Is The Third Indian To Own The Luxury SUV

અજય દેવગણે ₹ 6.59 કરોડની રોલ્સ રોયસ ખરીદી, આ પ્રકારની કાર ખરીદનારો ત્રીજો ભારતીય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: અજય દેવગણે રોલ્સ રોયસ કલિનેન (Rolls Royce Cullinan) કાર ખરીદી છે. આ લક્ઝરી  SUV ખરીદનાર અજય દેવગણ ત્રીજો ભારતીય બની ગયો છે. આ કારની કિંમત 6.59 કરોડ રૂપિયા છે. આ પ્રકારની ગાડીના માલિક અજય સિવાય બિઝનેસમેન મુકેશ અંબાણી અને ટી-સિરીઝના ભૂષણ કુમાર પણ છે.
અજય દેવગણે બ્લુ કલરની રોલ્સ રોયસ કલિનેન ખરીદી છે. આ વૈભવી કાર સિવાય અજય પાસે લેન્ડ રોવર, રેન્જ રોવર, BMW 5 સિરીઝ, મર્સિડીઝ બેન્ઝ S-ક્લાસ, ઓડી Q7, મર્સિડીઝ બેન્ઝ GL-ક્લાસ, વોલ્વો XC90 સહિતની ઘણી કાર છે. ઉપરાંત તેણે આ વર્ષે જ કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં ઓડી S5 સ્પોર્ટબેક કાર જીતી હતી.
ભારતમાં અજય દેવગણ સિવાય ઘણા બધા સલેબ્રિટીઓ પાસે રોલ્સ રોયસ કાર છે. તેમાં અક્ષય કુમાર, ચિંરજીવી, રેપર બાદશાહ વગેરે સામેલ છે. 

અન્ય સમાચારો પણ છે...