ન્યૂ વેન્ચર / ઐશ્વર્યા રાય બેંગ્લુરુના સ્ટાર્ટઅપમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કરી પહેલીવાર એન્જલ ઇન્વેસ્ટર બની

Aishwarya Rai Bachchan invests in Bengaluru startup
Aishwarya Rai Bachchan invests in Bengaluru startup

  • ઐશ્વર્યાએ અને તેની માતા વૃંદા રાયે 50-50 લાખ રૂપિયા ‘Ambee’ નામના સ્ટાર્ટઅપમાં રોક્યા 
  • આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ પર આધારિત આ સ્ટાર્ટઅપ એર ક્વોલિટી જેવી પર્યાવરણને લગતી માહિતી આપે છે 

Divyabhaskar.com

Jul 17, 2019, 06:19 PM IST

બોલિવૂડ ડેસ્ક: હાલ બોલિવૂડ સેલેબ્સ એક્ટિંગની સાથે બીજી પ્રવૃતિઓમાં પણ પૈસા કમાવા માટે હાથ અજમાવી રહ્યા છે. અમુક સેલેબ્સ ખુદનો બિઝનેસ શરૂ કરી રહ્યા છે તો અમુક બિઝનેસમાં રોકાણકાર તરીકે જોડાઈ રહ્યા છે. હવે આ લિસ્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ સામેલ થઇ ગઈ છે. ઐશ્વર્યાએ તેની માતા વૃંદા રાય સાથે મળીને એક કરોડ રૂપિયાનું રોકાણ બેંગ્લુરુના ‘Ambee’ સ્ટાર્ટઅપમાં કર્યું છે. બન્નેએ 50-50 લાખ રૂપિયા આ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ પર આધારિત સ્ટાર્ટઅપમાં રોક્યાં છે. આ રોકાણથી ઐશ્વર્યા પહેલીવાર એક એન્જલ ઇન્વેસ્ટર બની છે.

શું છે ‘Ambee’ સ્ટાર્ટઅપ?
2017માં શરૂ થયેલ આ પર્યાવરણ આધારિત સ્ટાર્ટઅપ ડેટાનો ઉપયોગ કરી એર ક્વોલિટી જેવી માહિતી પૂરી પાડે છે. આ સ્ટાર્ટઅપ પ્રોપ્રાઇટરી ડેટા અને એનાલિટિક્સનો ઉપયોગ કરીને યુઝરને પર્યાવરણ અંગેની માહિતી આપે છે. આ પ્રોપ્રાઇટરી ડેટામાં સેન્સર ડેટા, વેધર પેટર્ન, ટ્રાફિક ડેટા, પેટ્રોલ- ડિઝલ સ્કૂટરનો રેશિયો, રોડ રીપેર વગેરે જેવી બાબતો સામેલ છે.

આ સેલેબ્સ પણ રોકાણકાર બન્યા છે
ઐશ્વર્યા અગાઉ મલાઈકા અરોરા, શાહિદ કપૂર અને મીરા રાજપૂતે યોગ અને વેલનેસ સ્ટાર્ટઅપ ‘સર્વા’માં ઈન્વેટમેન્ટ કર્યું છે. આ જ સ્ટાર્ટઅપમાં રજનીકાંતની દીકરી ઐશ્વર્યા આર ધનુષે પણ રોકાણ કર્યું છે.

X
Aishwarya Rai Bachchan invests in Bengaluru startup
Aishwarya Rai Bachchan invests in Bengaluru startup
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી