તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • After The RK Studio, The Kamalistan Studio Will Be Sold, The Country's Largest Corporate Office Will Build Here

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર કે સ્ટુડિયો બાદ કમાલિસ્તાન સ્ટુડિયો વેચાયો, દેશની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બનશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 71 વર્ષ જૂના આર કે સ્ટુડિયો વેચાયા બાદ હવે મુંબઈનો અન્ય એક ઐતિહાસિક સ્ટુડિયો કમર્શિયલ પ્રોપર્ટીમાં રૂપાંતરિત થશે. 60 વર્ષ જૂનો કમાલ અમરોહી સ્ટુડિયો જે કમાલિસ્તાન સ્ટુડિયોના નામથી લોકપ્રિય છે. તે વેચાઈ ગયો છે. આ સ્ટુડિયોમાં હિંદીની અનેક ક્લાસિક ફિલ્મ્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ભારતની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બનશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 15 એકરમાં બનેલા આ સ્ટુડિયોને તોડીને દેશની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બનાવવામાં આવશે. આ સ્ટુડિયો ડીબી રિયાલિટી તથા બેંગાલુરુ સ્થિત RMZ કોર્પોરેશને સાથે મળીને ખરીદ્યો છે. સૂત્રોના મતે, અહીંયા બનતી કોર્પોરેટ બિલ્ડિંગનું નામ એસ્પાયર રાખવામાં આવે તેવી શક્યતા છે.

ક્યારે સ્ટુડિયો બન્યો હતો?
કમાલિસ્તાન સ્ટુડિયોની સ્થાપના 1958માં કમાલ અમરોહીએ કરી હતી. આ સ્ટુડિયોમાં 'મહલ' (1949), 'પાકિઝા' (1972) તથા 'રઝિયા સુલ્તાન' (1983), 'અમર અકબર એન્થોની', 'કાલિયા' જેવી ફિલ્મ્સ શૂટ કરવામાં આવી હતી.

ઓક્ટોબર, 2010માં થોડોક હિસ્સો વેચાયો હતો
ઓક્ટોબર, 2010માં કમાલ અમરોહીના ત્રણ દીકરાઓએ કમાલિસ્તાન સ્ટુડિયોનો કેટલોક હિસ્સો ડીબી રિયાલિટી, લુથરિયાસ તથા અવિનાશ ભોસલે ગ્રૂપને 200 કરોડમાં વેચ્યો હતો.

આર કે સ્ટુડિયોને ગોદરેજે ખરીદ્યો
ચેમ્બુર સ્થિત આર કે સ્ટુડિયોને ગોદરેજ પ્રોપર્ટી લિમિટેડે ખરીદ્યો છે. આ સ્ટુડિયોની સ્થાપના રાજ કપૂરે 1948માં કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો