તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • After Returning From Shooting, Akshay Gave Twinkle A Unique Gift, Bringing Onion Earrings

શૂટિંગથી પરત ફર્યા બાદ અક્ષયે ટ્વિન્કલને ડુંગળીની ઇઅરિંગની અનોખી ગિફ્ટ આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ટ્વિન્કલ ખન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણી રસપ્રદ પોસ્ટ શેર કરતી રહેતી હોય છે. હાલમાં તેણે એક અનોખી ગિફ્ટની માહિતી તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સાથે જ તેનો ફોટો પણ શેર કર્યો છે. આ ગિફ્ટ તેને અક્ષય કુમારે આપી છે. 

અક્ષયે ડુંગળીની ઇઅરિંગ આપી
દેશમાં હાલ ડુંગળીની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોને પાર થઇ ગઈ છે. આવામાં અક્ષયે ટ્વિન્કલને ડુંગળીની ઇઅરિંગ આપીને સૌને ચોંકાવી દીધા છે. ટ્વિન્કલે ઇઅરિંગનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લખ્યું હતું કે, ‘મારા પતિ ધ કપિલ શર્મા શોથી પરત ફર્યા છે અને તેણે કહ્યું ડુંગળીની ઇઅરિંગ ત્યાં કરીનાને દેખાડવામાં આવી જેને જોઈને તે કોઈ ખાસ ઈમ્પ્રેસ થઇ ન હતી પણ તેને ખબર હતી કે આ તને ઘણી ગમશે એટલે હું તારી માટે લઇ આવ્યો. ઘણીવાર સાવ નજીવી વાત તમારા દિલને અડી જાય છે.’