પ્રતિક્રિયા / ‘પતિ પત્ની ઔર વો’ના રેપવાળા મોનોલોગને મેકર્સ ફિલ્મમાંથી હટાવશે, ભૂમિએ માફી માગી

After Massive Backlash, 'Pati Patni Aur Woh' Makers To Remove The Rape Monologue From The Movie

Divyabhaskar.com

Nov 07, 2019, 06:55 PM IST

બોલિવૂડ ડેસ્ક: કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’નું ટ્રેલર થોડા દિવસ પહેલાં જ રિલીઝ થયું છે. તેમાં કાર્તિક આર્યનનો એક મોનોલોગ હતો જેને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. રેપ જેવા સેન્સિટિવ ટોપિકને જોક તરીકે વાપરવા બદલ વિવાદ થયો હતો. ત્યારબાદ હવે મેકર્સે તે સીનને એડિટ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મમાં મોનોલોગવાળી સિક્વન્સને એડિટ કરીને બતાવવામાં આવશે.

આ સીનને લઈને વિવાદ
ટ્રેલરમાં એક સીનમાં કાર્તિક આર્યન તેના મિત્રનો રોલ નિભાવનાર અપારશક્તિ ખુરાનાને પોતાની સેક્સ્યુઅલ ડિઝાયર વિશે વાત કરી રહ્યો હોય છે કે, ‘બીવી સે સેક્સ માગ લે તો હમ ભિખારી. બીવી કો સેક્સ ન દે તો હમ અત્યાચારી... ઔર કિસી તરહ જુગાડ લગા કે ઉસસે સેક્સ હાસિલ કર લે ના તો બલાત્કારી ભી હમ હી હૈં.’

સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ
સોશિયલ મીડિયા પર આ ડાયલોગને લઈને લોકોમાં ભારે રોષ છે.

ભૂમિએ સફાઈ આપી
ભૂમિ પેડનેકરે ઇન્ટરવ્યૂમાં સફાઈ આપતા કહ્યું કે, ‘જો અમે કોઈને લાગણી દુભાવી હોય તો અમે માફી માગીએ છીએ. કારણકે મારો એવો કોઈ ઈરાદો ન હતો. પતિ પત્ની ઔર વો સાથે જોડાયેલ કોઈપણ માણસ આ પ્રકારના વિચાર રાખતો નથી.’

ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે
આ ફિલ્મ 1978ની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ની રિમેક છે. આ રિમેકના ડિરેક્ટર મુદસ્સર અઝીઝ છે અને પ્રોડ્યૂસર્સ ભૂષણ કુમાર, જુનો ચોપરા અને અભય ચોપરા છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે.

X
After Massive Backlash, 'Pati Patni Aur Woh' Makers To Remove The Rape Monologue From The Movie
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી