તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • After 'Kabir Singh', Shahid Kapoor Will Be Seen In Hindi Remake Of Telugu Film 'Jersey'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘કબીર સિંહ’ બાદ શાહિદ કપૂર તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની હિંદી રીમેકમાં જોવા મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ થોડાં સમયથી ચર્ચા હતી કે ‘અર્જુન રેડ્ડી’ની રીમેક ‘કબીર સિંહ’માં કામ કર્યાં બાદ શાહિદ કપૂર અન્ય એક તેલુગુ ફિલ્મની હિંદી રીમેકમાં જોવા મળશે. હવે, આ ફિલ્મની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે.

‘જર્સી’માં જોવા મળશે
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે શાહિદની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. શાહિદ કપૂર તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની હિંદી રીમેકમાં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન પણ ઓરિજનલ ડિરેક્ટર ગૌતમ તિન્નાનુરી કરશે. 

‘જર્સી’ સ્પોર્ટ્સ ડ્રામા
તેલુગુ ફિલ્મ ‘જર્સી’ સ્પોર્ટ્સ ડ્રામા છે. આ ફિલ્મમાં સાઉથ સ્ટાર નાની ક્રિકેટરના રોલમાં જોવા મળ્યો હતો. તેની ઓપોઝિટ શ્રદ્ધા શ્રીનાથ હતી. આ ફિલ્મ આ જ વર્ષે 19 એપ્રિલે રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ફિલ્મની જાહેરાત પહેલાં ફિલ્મના ડિરેક્ટર ગૌતમે કહ્યું હતું કે તેઓ ‘જર્સી’ની હિંદી રીમેક બનાવવાનું વિચારી રહ્યાં છે. હિંદી ઓડિયન્સ માટે તેમને શાહિદ કપૂરથી સારો બીજો કોઈ એક્ટર મળે તેમ નથી. 

આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે
હિંદી રીમેકને અલ્લુ અરવિંદ, અમન ગિલ તથા દિલ રાજુ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 28 ઓગસ્ટ, 2020ના રોજ રિલીઝ થશે. તેલુગુ ફિલ્મમાં ઈમોશનલ એન્ગલ પણ બતાવવામાં આવ્યો હતો. હિંદી રીમેકમાં શાહિદ સિવાય અન્ય સ્ટાર-કાસ્ટ ફાઈનલ કરવામાં આવી નથી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો