‘દરબાર’નું શૂટિંગ પૂર્ણ કર્યાં બાદ રજનીકાંત હિમાલયના પ્રવાસ પર નીકળ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે પડદા પર અલગ-અલગ પાત્રો ભજવતા જોવા મળે છે અને તેમની એક્શનના ચાહકો ક્રેઝી છે. જોકે, રિયલ લાઈફમાં તેઓ તદ્દન અલગ છે. તેઓ ઘણાં જ ધાર્મિક છે. દર વર્ષે એકવાર રજનીકાંત હિમાલયના પ્રવાસ પર જાય છે. 

10 દિવસ હિમાલયમાં રહેશે
રજનીકાંત હિમાલયના 10 દિવસના પ્રવાસે છે. હાલમાં જ રજનીકાંતે ‘દરબાર’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તેમણે પોલીસનો રોલ પ્લે કર્યો છે. પ્રવાસમાં ઉત્તરાખંડમાં તેઓ કેદારનાથ, બદ્રીનાથ તથા બાબા ટેમ્પલ જશે. 

આગામી ફિલ્મ સાઈન કરી
પ્રવાસમાંથી પરત આવ્યા બાદ રજનીકાંત ડિરેક્ટર શિવાની ફિલ્મ ‘થલાઈવર 168’મા જોવા મળશે. આ ફિલ્મ કલાનિથી મારનના બેનર હેઠળ શૂટ થશે.