સેલેબ લાઈફ / ભારત આવ્યા બાદ રીષિ કપૂરે સૌ પહેલાં નીલ નીતિન મુકેશના ઘરે જઈને બાપ્પાના દર્શન કર્યાં

After coming to India, Rishi Kapoor first visited Neil Nitin Mukesh's house for Ganpati celebrations

Divyabhaskar.com

Sep 11, 2019, 06:08 PM IST

મુંબઈઃ ભારત આવ્યાના બીજા દિવસે એટલે કે 11 સપ્ટેમ્બરે (બુધવાર) રીષિ કપૂરે પોતાના મિત્ર નીતિન મુકેશના ઘરની મુલાકાત લઈને બાપ્પાના દર્શન કર્યાં હતાં. નીલ નીતિન મુકેશે ઈન્સ્ટાગ્રામમાં આ તસવીરો શૅર કરી છે.

નીલ નીતિન મુકેશે તસવીરો શૅર કરીને કહ્યું હતું કે નૂર્વી (નીલની દીકરી) બંને દાદાઓ સાથે. આજે રીષિ કપૂરે ગણપતિ દર્શન કર્યાં. તસવીરોમાં રીષિ કપૂર એક્ટર નીલના પરિવારના સભ્યો સાથે જોવા મળે છે.

10 સપ્ટેમ્બરે ભારત પરત ફર્યાં
11 મહિના અને 11 દિવસ બાદ 10 સપ્ટેમ્બરે (મંગળવાર) રીષિ કપૂર ન્યૂ યોર્કથી ભારત પરત ફર્યાં હતાં. રીષિ કપૂરે ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર કરાવી હતી. ન્યૂ યોર્કથી આપેલા એક ઈન્ટરવ્યૂમાં રીષિ કપૂરે કહ્યું હતું કે તે ગણેશોત્સવના તહેવાર દરમિયાન ભારત પરત ફરવા માગે છે.

X
After coming to India, Rishi Kapoor first visited Neil Nitin Mukesh's house for Ganpati celebrations
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી