તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘બ્રીધ’ વેબ સિરીઝ બાદ અમિત સાધ વેબ ફિલ્મમાં ‘જાને તુ યા જાને ના ફેમ’ મંજરી ફડનીસ સાથે દેખાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ડિજિટલ પ્લેટફોર્મ પર ઘણા બધા ફિલ્મના એક્ટર્સ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર વેબ સિરીઝનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. ‘ગોલ્ડ’, ‘કાઈપો છે’, ‘સુલતાન’ ફેમ એક્ટર અમિત સાધે ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પરની ઓરિજિનલ વેબ સિરીઝ ‘બ્રીધ’થી ડિજિટલ ડેબ્યુ કર્યું હતું. તે બ્રીધની બીજી સીઝનમાં પણ દેખાશે. ઉપરાંત હવે તે ‘Zee5’ પરની એક વેબ ફિલ્મમાં પણ તે જોવા મળશે. ‘Zee5’ પરની વેબ ફિલ્મમાં તે ‘જાને તુ યા જાને ના’ ફેમ એક્ટ્રેસ મંજરી ફડનીસ સાથે જોવા મળશે.

આ વેબ ફિલ્મનું શૂટિંગ ટૂંક જ સમયમાં શરૂ થશે. આ વેબ ફિલ્મ કયા પ્રકારની હશે તે હજી સુધી જાહેર થયું નથી, પરંતુ ફિલ્મનું સ્ટ્રીમિંગ આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં થઇ શકે છે.

અમિત સાધ છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘ગોલ્ડ’માં દેખાયો હતો. ત્યારબાદ હવે હ્રિતિક રોશન સ્ટારર ફિલ્મ ‘સુપર 30’માં દેખાશે.