આઇટેમ સોન્ગ / ‘દબંગ ૩’માં ‘લવરાત્રિ’ ફેમ એક્ટ્રેસ વરિના હુસૈન સલમાન ખાન સાથે આઇટેમ સોન્ગમાં દેખાશે

Actress Varina Hussein will be seen in the item song with Salman Khan in 'Dabangg 3'

Divyabhaskar.com

Jun 13, 2019, 01:23 PM IST

બોલિવૂડ ડેસ્ક: સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’ના આઇટેમ સોન્ગ ‘મુન્ના બદનામ હુઆ’માં સલમાનની સાથે ‘લવરાત્રિ’ ફેમ એક્ટ્રેસ વરિના હુસૈન ઠુમકા લગાવતી જોવા મળશે. મુંબઈના ‘મહેબૂબ સ્ટુડિયો’માં 4 દિવસમાં આ સોન્ગનું શૂટિંગ પૂરું થયું હતું. સલમાન ખાને વરિનાને તેના બનેવી આયુષ શર્મા સાથે ‘લવરાત્રિ’ ફિલ્મથી લોન્ચ કરી હતી.

સૂત્રો મુજબ, ચાર દિવસના શેડયૂઅલમાં સલમાન અને વરિનાએ સોન્ગનું શૂટિંગ પૂરું કરી નાખ્યું હતું. આ સોન્ગને સાજીદ-વાજિદે કમ્પોઝ કર્યું છે અને ‘ઓ ઓ જાને જાના’ ફેમ સિંગર કમાલ ખાન અને બાદશાહે આ સોન્ગ ગાયું છે. સોન્ગ માટે મોડર્ન ઢાબાનો સેટ બનાવવામાં આવ્યો હતો. સોન્ગને વૈભવી મર્ચન્ટે કોરિયોગ્રાફ કર્યું છે.

‘દબંગ 3’ ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મથી મહેશ માંજરેકરની દીકરી અશ્વામી માંજરેકર ડેબ્યુ કરી રહી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અરબાઝ ખાન, સોનાક્ષી સિન્હા અને સાઉથ સ્ટાર સુદીપ પણ સામેલ છે. ફિલ્મ આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

X
Actress Varina Hussein will be seen in the item song with Salman Khan in 'Dabangg 3'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી