ન્યૂ જર્ની / મંદિરા બેદીએ રાઇટર તરીકે ડેબ્યુ કર્યું, તેની ‘હેપી ફોર નો રીઝન’ નામની બુક 2020માં આવશે

Actress and fitness enthusiast Mandira Bedi set to debut as author

Divyabhaskar.com

Jul 18, 2019, 02:14 PM IST

બોલિવૂડ ડેસ્ક: ટીવી હોસ્ટ અને એક્ટ્રેસ મંદિરા બેદી હવે લેખનમાં પણ તેનું નસીબ અજમાવવા જઈ રહી છે. તે તેની પહેલી ‘હેપી ફોર નો રીઝન’ નામની બુક લખવાની છે. મંદિરાની આ બુક ‘પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા’ દ્વારા 2020માં પબ્લિશ કરવામાં આવશે. આ બુક ઇંગ્લિશમાં હશે અને આ બુકમાં મંદિરા તેના અનુભવોને શેર કરશે. તેમાં તે પોતાનાં પેરેન્ટિંગના અનુભવ, કઈ રીતે તે ફિટ રહે છે, વર્ક-લાઈફ બેલેન્સ કરવા જેવી વગેરે બાબતો પર લખવાની છે.

મંદિરાએ જણાવ્યું કે, ‘મને ખૂબ ખુશી થાય છે કે, આ એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મને 25 વર્ષ થયા જે મારી જિંદગીના સુંદર વર્ષ છે. દરેક વર્ષે મને એવું લાગે છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષ વધુ સારું બની રહ્યું છે. મેં મારી જિંદગી ખુલ્લા દિલે જીવી છે, પ્રવાહ સાથે ચાલી છું અને બસ તેને જ મને મારા ગોલ સુધી પહોંચાડી છે. હું અંદરથી ખુશ રહેતા શીખી છું.’

47 વર્ષીય મંદિરા આશા રાખે છે કે, આ બુકથી તે વાચકોને પ્રેરણા આપવાની સાથે માહિતી અને મનોરંજન પણ પૂરું પાડી શકે.

X
Actress and fitness enthusiast Mandira Bedi set to debut as author
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી