એક્ટ્રેસ એમી જેક્સને દીકરાની તસવીર શૅર કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લંડનઃ બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સને સોમવારે (23 સપ્ટેમ્બર) દીકરાને જન્મ આપ્યો હતો. હવે, એમીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દીકરા એન્ડ્રેઅસની તસવીર શૅર કરી છે. આ પહેલાં દીકરાના જન્મ સમયે એમીએ સોશિયલ મીડિયામાં ઈમોશનલ પોસ્ટ સાથે દીકરાની તસવીર શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે એમી લગ્ન પહેલાં જ માતા બની છે.

દીકરાની તસવીરો શૅર કરી
એમીએ ઈન્સ્ટા સ્ટોરીમાં બૂમરેંગ વીડિયો શૅર કર્યો છે, જેમાં એન્ડ્રેઅસ ઘોડિયામાં સૂતો છે. તેણે વ્હાઈટ તથા ગ્રે રંગના કપડાં પહેર્યાં છે. આ તસવીરને એમીએ કેપ્શન આપ્યું છે, હાઈ, વર્લ્ડ. અન્ય એક તસવીરમાં એમીના કોઈ રિલેટિવ એન્ડ્રેઅસને રમાડે છે. 

પહેલેથી જ નામ નક્કી કરી રાખ્યું હતું
એમી જેક્સને ‘હેલો’ મેગેઝીન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગ્રીક ટ્રેડિશન મુજબ નવી જનરેશનના પહેલા પૌત્રનું નામ દાદાના નામ પરથી રાખવામાં આવે છે. એટલે તે પણ દીકરાનું નામ દાદાના નામ પરથી રાખશે. એમીએ બેબી શાવરમાં દીકરાનો જન્મ થશે, તે વાતનો ખુલાસો કર્યો હતો.

પ્રેગ્નન્ટ થયા બાદ સગાઈ કરી
એમી જેક્સને પ્રેમી જ્યોર્જ સાથે આ વર્ષે જાન્યુઆરીમાં સીક્રેટ સગાઈ કરી હતી. ત્યારબાદ એમીએ મિત્રો તથા પરિવારની હાજરીમાં પાંચ મેના રોજ ઑફિશિયલ સગાઈ કરી હતી. લંડનમાં યોજાયેલ સગાઈની પાર્ટીનો વીડિયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. લંડનમાં એમી તથા જ્યોર્જે ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું.

31 માર્ચે પ્રેગ્નન્સીની જાહેરાત કરી
એમીએ 31 માર્ચના રોજ ઈન્સ્ટાગ્રામમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરી હતી, જેમાં તે ભાવિ પતિ જ્યોર્જ પાનાયિયોટૌ સાથે જોવા મળી હતી. તસવીરમાં જ્યોર્જ ભાવિ પત્ની એમીને માથા પર કિસ કરતો જોવા મળ્યો હતો. છે. આ તસવીર શૅર કરીને એમીએ લખ્યું હતું, 'હું આ ગૂડ ન્યૂઝ શૅર કરવાની ક્યારની રાહ જોતી હતી અને આજનો દિવસ સૌથી સારો છે. હું તને આ દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરું છું. હવે, હું તને આપણાં બાળકને મળવાથી રોકી શકું એમ નથી...' ઉલ્લેખનીય છે કે યુકેમાં 31 માર્ચને મધર્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે.