વિવાદ / એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની વકીલ અપર્ણા ભટ્ટની દિલ્હી હાઈકોર્ટમાં ધા, ‘છપાક’માં ક્રેડિટ ન મળવા સામે અરજી કરી

Acid attack survivor Lakshmi Aggarwal's lawyer appeals against Aparna Bhatt's not getting credit in Delhi High Court

  • વકીલ અપર્ણા ભટ્ટને ‘છપાક’ના ઈન્ડિયન વર્ઝનમાં ક્રેડિટ અપાઈ હતી
  • હવે અપર્ણા ભટ્ટને ફિલ્મના ઈન્ટરનેશનલ વર્ઝનમાં ક્રેડિટ ન મળવા સામે વાંધો છે
  • આ માટે અપર્ણાએ પટિયાલા હાઉસ કોર્ટના આદેશનું પાલન ન કરવાની વાત અરજીમાં કરી છે

Divyabhaskar.com

Jan 22, 2020, 04:13 PM IST

બોલિવૂડ ડેસ્કઃ કોર્ટના આદેશ છતાં ‘છપાક’ ફિલ્મમાં પોતાને ક્રેડિટ ન મળવા બદલ વકીલ અપર્ણા ભટ્ટે હવે દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી છે. અપર્ણાએ ‘છપાક’ ફિલ્મના પ્રોડ્યુસરો, જેમાં દીપિકા પાદુકોણ પણ સામેલ છે, તેની સામે કોર્ટના અનાદરની અરજી દાખલ કરી છે. આ અગાઉ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ‘છપાક’ ફિલ્મના નિર્માણમાં વકીલ અપર્ણા ભટ્ટે આપેલા યોગદાન બદલ ફિલ્મમાં તેને ઉચિત ક્રેડિટ આપવાનો આદેશ કર્યો હતો.

અપર્ણા ભટ્ટે જ એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલનો કેસ લડ્યો હતો. એક અગ્રણી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં અપર્ણાએ કહ્યું કે, ‘મેં આ અરજી દાખલ કરી છે કારણ કે નિર્માતાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત થનારી ફિલ્મમાં મને શ્રેય નથી આપ્યું.’ જોકે અપર્ણાએ એ વાત સ્વીકારી કે ભારતમાં પ્રદર્શિત થયેલા ‘છપાક’ના વર્ઝનમાં તેમને ક્રેડિટ આપવામાં આવી હતી ખરી.

અગાઉ ફિલ્મની રિલીઝ અટકાવવાની માગ કરી હતી
‘છપાક’ની રિલીઝ પહેલાં પણ અપર્ણા ભટ્ટે ફિલ્મમાં પોતાને ક્રેડિટ ન મળવા બદલ ફિલ્મની રિલીઝ અટકાવવાની માગ કરી હતી. ત્યાર પછી પટિયાલા હાઉસ કોર્ટે ‘છપાક’ના મેકર્સને અપર્ણાને યોગ્ય ક્રેડિટ આપવાનો આદેશ કર્યો હતો.

X
Acid attack survivor Lakshmi Aggarwal's lawyer appeals against Aparna Bhatt's not getting credit in Delhi High Court
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી