પોસ્ટર / ‘ધ બિગ બુલ’માં અભિષેક બચ્ચનનો ફર્સ્ટ લુક રિલીઝ, ચાહકોને ‘ગુરુ’ની યાદ આવી

Abhishek Bachchan's first look release of 'The Big Bull', fans reminds 'Guru'

Divyabhaskar.com

Feb 13, 2020, 01:50 PM IST

મુંબઈઃ અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ધ બિગ બુલ’નું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પોસ્ટરમાં અભિષેક બચ્ચન સૂટમાં તથા ચશ્મામાં જોવા મળે છે. ફિલ્મના નામ સાથે ટેગલાઈન લખવામાં આવી છે, ‘એ માણસ, જેણે ભારતને સપના વેચ્યાં..’ આ ફિલ્મ 1992માં હર્ષદ મહેતાએ કરેલા શેર કૌભાંડ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે હર્ષદ મહેતાના જીવન પરથી ફિલ્મ ડિરેક્ટર હંસલ મહેતા વેબ સીરિઝ ‘સ્કેમ 1992’ બનાવી રહ્યાં છે. આ સીરિઝમાં ગુજરાતી એક્ટર પ્રતિક ગાંધી લીડ રોલમાં છે.

સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી
અભિષેક બચ્ચને સોશિયલ મીડિયામાં ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો. આ ફિલ્મ 23 ઓક્ટોબરે રિલીઝ થશે.

યુઝર્સને ‘ગુરુ’ ફિલ્મની યાદ આવી
સોશિયલ મીડિયામાં ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યા બાદ યુઝર્સે આના પર પ્રતિક્રિયા આપી હતી. યુઝર્સને અભિષેકનો આ લુક વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુરુ’ જેવો લાગ્યો. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન ગુજરાતી બિઝનેસમેનના રોલમાં હોય છે. આ ફિલ્મ સ્વ. ધીરુભાઈ અંબાણીના જીવન પર આધારિત હતી.

‘ધ બિગ બુલ’ને અજય પ્રોડ્યૂસ કરી રહ્યો છે
ડિરેક્ટર કૂકી ગુલાટી ‘ધ બિગ બુલ’ને ડિરેક્ટ કરી રહ્યાં છે અને ફિલ્મને અજય દેવગન તથા આનંદ પંડિત પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ફિલ્મમાં અભિષેક ઉપરાંત ઈલેના ડીક્રૂઝ, રામ કપૂર, સુમિત વત્સ, સોહમ શાહ, નીકિતા દત્તા તથા લેખા ત્રિપાઠી મહત્ત્વના રોલમાં છે.

કોણ હતાં હર્ષદ મહેતા?
રાજકોટના મોટી પાનેલીમાં જન્મેલા હર્ષદ મહેતાએ 1992મા ‘બોમ્બે સ્ટોક એક્સચેન્જ’ સાથે ઠગાઈ કરી હતી. સ્ટોકસ સાથે ગેરરીતિ આચરીને રૂ.4999 કરોડનું કૌભાંડ કરી જનારા હર્ષદ મહેતા સામે 27 ગુના દાખલ કરવામાં આવ્યા હતાં. મુંબઈ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટે હર્ષદ મહેતાને ગુનેગાર ઠેરવ્યાં હતાં. 47 વર્ષની ઉંમરમાં હર્ષદ મહેતાનું હૃદયરોગથી નિધન થયું હતું. તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી એટલે કે વર્ષ 2001 સુધી તેમની પર કેસ ચાલતા હતાં. હર્ષદ મહેતાના કેસને કારણે ભારતીય બેંક પ્રણાલી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ચાલતી પોલ ખુલી પડી હતી. શેરબજારમાં ગજબનાક સફળતા મળવાને કારણે હર્ષદ મહેતા ‘બિગ બુલ’ તરીકે પણ ઓળખાતા હતા. તેમનાથી પ્રેરાઈને સામાન્ય લોકો પણ શેરબજાર તરફ આકર્ષાયા હતા.

X
Abhishek Bachchan's first look release of 'The Big Bull', fans reminds 'Guru'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી