લુક લીક / ‘લાલ સિંહ ચઢ્ઢા’ના આમિર ખાનનો દાઢીધારી લુક લીક થયો, મિ. પર્ફેક્શનિસ્ટના ઓથેન્ટિક લુક પર ચાહકો ફિદા

Aamir Khan's bearded look from 'Lal Singh Chadha' leaked

  • લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ હોલિવૂડ ક્લાસિક ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર રિમેક છે
  • થોડા દિવસો અગાઉ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં કરીના કપૂરનો લુક સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો

Divyabhaskar.com

Nov 11, 2019, 02:39 PM IST

બોલિવૂડ ડેસ્કઃ આમિર ખાનને ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ શા માટે કહે છે તેનું ઉદાહરણ સોમવારે ચાહકોને જોવા મળી ગયું. આમિર ખાન અત્યારે પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કરવાની વેતરણમાં પડ્યો છે. શૂટિંગના સેટ પર ફિલ્મમા પોતાના પાત્રના ગેટઅપમાં ફરતા આમિર ખાનની એક તસવીર લીક થઈ અને તાત્કાલિક વાઈરલ થઈ ગઈ. તેમાં આમિર ખાન પંજાબી પાઘડી, ઘેઘૂર દાઢી અને જૂનવાણી સ્ટાઈલના ચેક્સવાળા શર્ટ અને પેટ સુધી ઊંચા પહેરેલા પેન્ટમાં જોવા મળે છે.


ચાહકો ફિદા
રસપ્રદ વાત એ છે કે પોતાના પાત્ર માટે આમિર ખાને નકલી દાઢી પહેરવાને બદલે બાકાયદા દાઢી વધારી છે. એટલે તેનો લુક વધુ ઓથેન્ટિક લાગે છે. તેના આ કમિટમેન્ટ પર ચાહકો ફિદા થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો ‘એક્ટર હો તો ઐસા’ અને ‘આમિર દાઢીમાં પણ હેન્ડસમ લાગે છે’ જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે.

થોડા દિવસ પહેલાં આ જ ફિલ્મમાંથી કરીના કપૂરની ભૂમિકાનો લુક પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. કરીના તેમાં ગુલાબી-સફેદ સલવાર-કમીઝમાં દેખાતી હતી.

2020ના ક્રિસ્મસમાં ફિલ્મ રિલીઝ થશે
આમિર ખાને થોડા દિવસ પહેલાં જ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનો લોગો રિલીઝ કર્યો હતો. આવતા વર્ષે ક્રિસ્મસમાં રિલીઝ થનારી આ ફિલ્મ અગાઉ ‘સિક્રેટ સુપરસ્ટાર’ બનાવી ચૂકેલા અદ્વૈત ચંદન જ ડિરેક્ટ કરી રહ્યા છે. લાલ સિંહ ચઢ્ઢા 1994માં આવેલી ક્લાસિક હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર રિમેક છે. તેમાં મુખ્ય પાત્ર અભિનેતા ટોમ હેન્ક્સે નિભાવ્યું હતું.

X
Aamir Khan's bearded look from 'Lal Singh Chadha' leaked

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી