તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે આમિર ખાનનો 55મો બર્થડે, બોલિવૂડ સેલેબ્સે પાઠવી શુભેચ્છાઓ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્કઃ બોલિવૂડનો ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ આમિર ખાન આજે પોતાનો 55મો જન્મદિવસ મનાવી રહ્યો છે. એમના જન્મદિવસના અવસરે બોલિવૂડની હસ્તીઓ પોતપોતાની રીતે એમના પર શુભેચ્છાઓનો વરસાદ કરી રહી છે.


ટૂંક સમયમાં જ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર ખાન અને કરીના કપૂર સાથે દેખાશે. આમિર અને કરીના પહેલેથી જ સારાં મિત્રો છે. પોતાના મિત્રના બર્થડે પર કરીનાએ એક મસ્તીખોર પોસ્ટ શૅર કરી છે. તેમાં આમિર ખાન એક ફ્લાઈટમાં તકિયાને વળગીને સૂઈ રહ્યો છે. તે દરમિયાન કરીનાએ ચૂપકીદીથી તેની સાથે સેલ્ફી લઈને ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. તસવીર સાથે કરીનાએ લખ્યું, ‘મારો ફેવરિટ કો-સ્ટાર તો છે આમિર ખાનનો પિલો!’ આમિર ખાન અને કરીના કપૂર આ અગાઉ ‘3 ઈડિયટ્સ’ અને ‘તલાશ’માં સાથે કામ કરી ચૂક્યાં છે. 

એક્ટર અજય દેવગણે પણ આમિર ખાનને ટ્વિટર પરથી શુભકામના પાઠવી છે. એમણે લખ્યું કે, ‘મારા અને કાજોલના લકી ચાર્મ આમિરને જન્મદિવસની શુભકામનાઓ.’ આમિર અને અજય 1997માં આવેલી ઈન્દ્ર કુમારની ફિલ્મ ‘ઈશ્ક’માં સાથે કામ કરી ચૂક્યા છે.

કોમેડી કિંગ કપિલ શર્માએ પણ આમિર ખાન સાથે એક સુંદર તસવીર શૅર કરી છે. તે બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં કપિલે લખ્યું કે, ‘હેપી બર્થડે આમિર ભાઈ, તંદુરસ્ત રહો અને હંમેશાં તમારા ટેલેન્ટથી દુનિયાને એન્ટરટેન કરતા રહો. તમે અમારું ગૌરવ છો. હંમેશાં મારો પ્રેમ અને શુભકામના.’

આયુષ્માન ખુરાનાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શૅર કરી છે. આમિરની સાથેની તસવીર શૅર કરતાં આયુષ્માને આમિરને પોતાની પ્રેરણા ગણાવ્યો છે. આયુષ્માને તે સ્ટોરીમાં જ લખ્યું છે કે આ ફોટોગ્રાફ 1 માર્ચે ચંદીગઢમાં લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો