શૂટિંગ / હિમાચલ પ્રદેશમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ દરમ્યાન કરીના કપૂર સાથે આમિર ક્લીન શેવમાં દેખાયો

Aamir Khan is shooting for laal singh chaddha with kareena kapoor in himachal pradesh
Aamir Khan is shooting for laal singh chaddha with kareena kapoor in himachal pradesh

Divyabhaskar.com

Feb 13, 2020, 06:18 PM IST

બોલિવૂડ ડેસ્ક: આમિર ખાન હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં વ્યસ્ત છે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થયો તેમાં આમિર દાઢીધારી પંજાબી વ્યક્તિ તરીકે દેખાયો હતો. હાલ તેનો નવો લુક ક્લીન શેવમાં છે. અત્યારે ટીમ ફિલ્મનું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં કરી રહી છે. આમિર ખાન ભારતભરમાં ફરીને શૂટિંગ કરી રહ્યો છે કારણકે મેકર્સ ફિલ્મને રિયલ લોકેશન પર શૂટ કરીને ઓથેન્ટિક બનાવવા ઈચ્છે છે. સેટ પરના કરીના કપૂર સાથેના આમિર ખાનના ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયા છે. સેટ પર મેકઅપ આર્ટિસ્ટ પોમ્પીના જન્મદિવસને સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. તેના ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’નું ઓફિશિયલ અડેપ્ટેશન છે. ફિલ્મના ડિરેક્ટર ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફેમ ડિરેક્ટર અદ્વૈત ચંદન છે. આ ફિલ્મને અલગ-અલગ ભાષામાં એક્ટિંગ કરી ચૂકેલા એક્ટર અતુલ કુલકર્ણીએ લખી છે. ફિલ્મને વાયાકોમ અને આમિર ખાન પ્રોડક્શન સાથે પ્રોડ્યૂસ કરી રહ્યું છે. આ ફિલ્મમાં આમિર અને કરીનાની સાથે સાઉથ સ્ટાર વિજય સેતુપતિ પણ સામેલ છે. આ ફિલ્મ તેમની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે.

X
Aamir Khan is shooting for laal singh chaddha with kareena kapoor in himachal pradesh
Aamir Khan is shooting for laal singh chaddha with kareena kapoor in himachal pradesh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી