• Gujarati News
  • National
  • Aamir Khan Daughter Ira Offered A Script Of 'Euripides Media' To Hazel And She Said Yes

આમિરની દીકરી ઈરાએ ઘુંટણીયે બેસીને હેઝલને સ્ક્રિપ્ટ ઓફર કરી, ‘યુરિપાઈડ્સ મેડિયા’માં કામ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની તથા એક્ટ્રેસ હેઝલ કીચ એક્ટર આમિર ખાનની દીકરી ઈરાના નાટક ‘યુરિપાઈડ્સ મેડિયા’થી કમબેક કરશે. ઈરાએ સોશિયલ મીડિયામાં આ વાતની જાહેરાત કરી છે. 

ઈન્સ્ટાગ્રામ પર માહિતી શૅર કરી
ઈરાએ હેઝલ સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, તેમણે હા પાડી દીધી. મિત્ર કરતાં એક એક્ટર તરીકે હેઝલ સાથે કામ કરવું અદ્દભૂત છે. હું વધુ રાહ જોઈ શકું એમ નથી કે આપણે શું બનાવવાના છીએ. 

હેઝલે શું કહ્યું?
ઈરાના નાટકને લઈ હેઝલે કહ્યું હતું, ‘મેં ઓડિશન આપ્યું હતું અને ત્યારબાદ મને રોલ મળ્યો હતો. 20 વર્ષની ઉંમરથી જ મેં નાટક જોવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ નાટકમાં કામ કરવાનું વિચાર્યું હતું પરંતુ કામ કરી શકી નહીં. જોકે, હવે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આ રોલને હું સારી રીતે પ્લે કરીશ.’ 

ઈરા યંગ અને ટેલેન્ટેડ છે
ઈરા અંગે હેઝલે કહ્યું હતું કે તેમણે પ્લેનું રહિર્સલ શરૂ કરી દીધું છે. ઈરા ઘણી જ યંગ છે પરંતુ નાની ઉંમરમાં જ તેણે બહુ બધુ જોયું છે. ઈરા પાત્રોની મુશ્કેલીઓ તથા પાત્રો વચ્ચેના સંબંધોને ઘણી જ સારી રીતે સમજે છે. તે યુવાન દ્રષ્ટિકોણથી વસ્તુઓને અલગ રીતે જુએ છે. તેને પોતાના પર ઘણો ભરોસો છે અને તેને ખ્યાલ છે કે તેને ક્યારે શું કરવું જોઈએ.