તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Aamir Khan And Kareena Kapoor Khan Are Unrecognizable In Laal Singh Chaddha LEAKED Pics

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘લાલ સિંહ ચઢ્ઢા’ની તસવીરો લીક, આમિર લાંબી દાઢીમાં તો કરીના બ્રાઈડલ લુકમાં જોવા મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મુંબઈઃ આમિર ખાન તથા કરીના કપૂર હાલમાં ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ હિમાચલમાં કરી રહ્યાં છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં આ બંનેની શૂટિંગ સમયની તસવીરો વાયરલ થઈ હતી. આમિર ખાન લાંબી દાઢીમાં જોવા મળ્યો હતો અને કરીના કપૂર દુલ્હનના આઉટફિટમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આમિરની આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેક છે.

લાંબી દાઢીમાં આમિર ઓળખાય તેમ નહોતો
આમિર ખાન સેટ પર લાંબી દાઢીમાં જોવા મળ્યો હતો. આ લુકમાં આમિર ઓળખાય તેમ નહોતો. કરીના કપૂર પીચ ગોલ્ડ સલવાર સૂટમાં તથા હેવી જ્વેલરીમાં હતી. લુકને ટ્રેડિશનલ ટચ આપવા માટે કરીનાએ મોજડી પહેરી હતી. 

આમિર ખાન ચાહકોને મળ્યો
આમિર ખાન સેટ પર આવેલા ચાહકોને મળ્યો હતો અને તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યાં હતાં.

આમિરે પેઈન કિલર્સ ખાઈને શૂટિંગ પૂરું કર્યું 
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ પહેલાં આમિરે બેંગાલુરુમાં શૂટિંગ કર્યું હતું. આ સમયે આમિર ફિલ્મની રનિંગ સીક્વન્સ માટે રોજ 10-13 કિમી જોગિંગ કરતો હતો. સૂત્રોના મતે, આમિર ખાને ફિલ્મની સ્પેશિયલ સીક્વન્સ શૂટ કરી હતી, જેમાં તે દેશભરમાં દોડતો જોવા મળશે. આ સીનમાં આમિર ખાને સતત દોડવાનું હોય છે. આમિર ખાન ચોક્કસ સમયમાં જ આ સીન પૂરો કરવા માગતો હતો, કારણ કે આ આખી સીક્વન્સમાં આમિર દાઢીમાં જોવા મળે છે. તેથી જ આમિરે પેઈન કિલર્સ ખાઈને પણ 10 દિવસની અંદર આ આખી સીક્વન્સ પૂરી કરી હતી. આમિર આ સીક્વન્સમાં ઉત્તરથી દક્ષિણ ભારત સુધી દોડતો જોવા મળશે. 

‘લાલ સિંહ ચઢ્ઢા’ આ વર્ષે રિલીઝ થશે
આ ફિલ્મને અતુલ કુલકર્ણીએ લખી છે અને ‘સીક્રેટ સુપરસ્ટાર’ ફૅમ અદ્વૈત ચંદન ડિરેક્ટ કરે છે. ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આમિર ખાનની વર્ષ 2018માં રિલીઝ થયેલી ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ બોક્સ ઓફિસ ફ્લોપ રહી હતી. કરીનાની ગયા વર્ષે 27 ડિસેમ્બરે રિલીઝ થયેલી ‘ગુડ ન્યૂઝ’એ અત્યાર સુધીમાં 181 કરોડની કમાણી કરી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો