હોલિવૂડ એક્ટર વિલ સ્મિથે 'રાધા તેરી ચુનરી' સોન્ગ પર 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'ની સ્ટાર કાસ્ટ સાથે ઠુમકા લગાવ્યા
- વિલ સ્મિથે તેની ભારતની મુલાકાતનો એક વીડિયો શેર કર્યો છે
- રણવીર સિંહે વિલ સ્મિથને બોલિવૂડમાં એન્ટ્રીને લઈને થોડીક ટિપ્સ પણ શેર કરી હતી
- રણવીરે વિલ સ્મિથને ટેગ કરીને 'મેન ઈન બ્લેક' સ્ટાઈલનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો
બોલિવૂડ ડેસ્ક: હોલિવૂડ એક્ટર વિલ સ્મિથ ગયા વર્ષે ભારત આવ્યો હતો. તેની ઈચ્છા હતી કે તે ભારત આવીને અહીંની સંસ્કૃતિ, પરંપરાને જાણે, અહીંની ફિલ્મો વિશે જાણે. વિલ સ્મિથે તેના 'બકેટ લિસ્ટ' શોનો 21:02 મિનિટનો એક વીડિયો ફેસબુક વોચ એપ પર શેર કર્યો છે જે તેની ભારતની મુલાકાતનો છે. આ વીડિયોમાં તેણે પોતાની ભારતની મુકાલાત દરમિયાન શું શું કર્યું તે બતાવ્યું છે. તેણે રીક્ષા ચલાવી, ગંગા કિનારે આરતી કરી, ઉપરાંત તે હિન્દી ફિલ્મોને જાણવા માટે રણવીર સિંહ અને કરણ જોહરને પણ મળ્યો. આટલું જ નહીં, તેણે હિન્દી સોન્ગ પર ડાન્સ શીખ્યો અને તેને બોલિવૂડ એક્ટર્સ સાથે સ્ટેજ પર પર્ફોર્મ પણ કર્યું.
વિલ સ્મિથે 'સ્ટુડન્ટ ઓફ ધ યર'ના આલિયા ભટ્ટના હિટ સોન્ગ 'રાધા તેરી ચુનરી' પર ડાન્સ કરતા શીખ્યો. તેણે જણાવ્યું કે, આ હિપ હોપ કરતાં પણ અઘરું છે. હું પ્રયત્ન કરી રહ્યો છું આ અઘરા સ્ટેપ્સને શીખવા માટે. તેણે આ સોન્ગ પર 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'ની સ્ટાર કાસ્ટ ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયા સાથે સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું.
રણવીર સિંહે વિલ સ્મિથને બોલિવૂડમાં એન્ટ્રીને લઈને થોડીક ટિપ્સ પણ શેર કરી હતી. ઉપરાંત તેણે હિન્દી ફિલ્મોની સ્ટોરી વિશે જણાવ્યું. એટલું જ નહીં, રણવીર સિંહે તો તેને બોલિવૂડમાં વપરાતા શબ્દો જેવા કે 'પૈસા વસૂલ'ને બોલતા શિખવાડ્યું અને તેનો અર્થ પણ સમજાવ્યો. રણવીરે તેને ફેમસ ડાયલોગ બોલીને પણ સંભળાવ્યા.કરણ જોહરે પણ તેને ભારતીય સિનેમાની ઝલક બતાવી.