તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'83' ફિલ્મમાં પૂર્વ ક્રિકેટર સંદીપ પાટીલનો દીકરો, કપિલ દેવની દીકરી બાદ હવે વેસ્ટ ઇન્ડિઝના બોલર માલ્કમ માર્શલનો દીકરો પણ જોડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીકરો માલી માર્શલ, પિતા માલ્કમ માર્શલ - Divya Bhaskar
દીકરો માલી માર્શલ, પિતા માલ્કમ માર્શલ
  • '83' ફિલ્મમાં ચિરાગ પાટીલ તેના પિતા સંદીપ પાટીલનો રોલ નિભાવી રહ્યો છે
  • વેસ્ટ ઇન્ડિઝના બોલર માલ્કમ માર્શલનો દીકરો માલી માર્શલ તેના પિતાનો રોલ નિભાવશે
  • કપિલ દેવની દીકરી અમિયા આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાઈ છે 

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ '83' 1983માં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું તેના પર આધારિત છે. ફિલ્મની સ્ટાર કાસ્ટને હાલ ખુદ ક્રિકેટર્સ કપિલ દેવ, મદન લાલ, યશપાલ શર્મા અને બલવિન્દર સિંહ સંધુ ધર્મશાળામાં ટ્રેનિંગ આપી રહ્યા છે. આ ફિલ્મમાં પૂર્વ ક્રિકેટર સંદીપ પાટીલનો દીકરો ચિરાગ પાટીલ તેના જ પિતાનો રોલ નિભાવી રહ્યો છે ત્યારબાદ હવે ફિલ્મમાં વેસ્ટ ઇન્ડિઝના બોલર માલ્કમ માર્શલનો દીકરો માલી માર્શલ પણ તેના પિતાનો પિતાનો રોલ નિભાવશે તેવા ન્યૂઝ આવ્યા છે. ઉપરાંત કપિલ દેવની દીકરી અમિયા આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ઘણા સમય પહેલાંથી જ જોડાઈ ગઈ છે.

 

માલી માર્શલની પસંદગી 
ડિરેક્ટર કબીર ખાને માલી માર્શલની પસંદગીને લઈને જણાવ્યું હતું કે, માલ્કમ માર્શલનો રોલ નિભાવવા માટે તેના દીકરા માલી માર્શલની પસંદગી માત્ર એટલે માટે નથી કરવામાં આવી કે, તે તેના પિતા જેવો લાગે છે. માલી માર્શલની રમવાની સ્ટાઇલ પણ તેના પિતા જેવી જ છે.

 

ફિલ્મ '83' 
ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનો રોલ નિભાવી રહ્યો છે. ફિલ્મની સ્ટાર સ્ટાર કાસ્ટમાં એમી વિર્ક (બલવિંદર સિંહ), જીવા (શ્રીકાંત), સાહિલ ખટ્ટર (સૈયદ કિરમાણી), ચિરાગ પાટીલ (સંદીપ પાટીલ), તાહિર રાજ ભસીન (સુનિલ ગાવસ્કર), સાકીબ સલીમ (મોહિંદર અમરનાથ), હાર્ડી સંધુ (મદન લાલ), આર બદરી(સુનિલ વાલ્સન), આદિનાથ કોઠારે (દિલિપ વેંગસરકર), જતીન સરના (યશપાલ શર્મા), ધૈર્ય કારવા (રવિ શાસ્ત્રી) અને પંકજ ત્રિપાઠી (ટીમનાં મેનેજર માન સિંહ)સામેલ છે.

 

રિલીઝ 
'83' ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર છે. જ્યારે રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે.